________________
१५८
विवेकविलासेऽष्टम उल्लासः। यमांशे गृहिमृत्युः स्या-मृत्युः सप्तमतारके । निस्तेजाः पञ्चमे तारे, विपत्तारे तृतीयके ।। ८९॥
અર્થઘરને વિષે યમનો અંશ હોય તો ઘર ધણીનું મરણ થાય, સાતમી (નૈધની) તારા હોય તો પણ મરણ થાય, પાંચમી (પ્રત્યેરિ) તારા હોય તો ઘરે ધણનું તેજ જાય, ત્રીજી (વિપતું) તારા હોય તો આપદા આવી પડે. (૮૯)
न्यूनाधिक्ये च पट्टानां, तुलावेध उपर्यधः ॥ एकक्षणे नीचोच्चत्वे, पट्टानां तालुवेधता ॥ ९०॥ भूवैषम्यात्तले वेधो, द्वारवेधश्च घोटके ॥ एकस्मिन्संमुखे द्वाभ्यां पुन-नँव कदाचन ॥ ९१॥
અર્થ – ઘરનાં ઉપરનાં અથવા નીચેનાં પાટિયાં જે ઓછાં અથવા અધિક હોય તો તુલાવેધ કહેવાય છે. એક ખણમાં (ખંડમાં) જે પાટિયાં ઉંચા નીચાં હોય, તો તાલુધ કહેવાય, ઘરની જમીન ઉંચી નીચી હોય તો તલવેધ કહેવાય, અને એકજ ઘડે સંમુખ (સામે) હોય તો દ્વારેવેધ કહેવાય, પણ બે ઘોડા સામા હોય તો દ્વાધ ન કહેવાય. (૯૦) (૯૧)
वास्तोर्वक्षसि शीर्षे च , नाभौ च स्तनयोद्धयोः ॥ गृहस्यैतानि मर्माणि, नेषु स्तम्भादि सूत्रयेत् ॥ ९२ ॥ અર્થ---વાસ્તુની છાતી, મસ્તક, નાભિ અને બે રતન એ પાંચ ઘરનાં મર્મસ્થાન કહેવાય છે, માટે એ પાંચ સ્થાનકાને વિષે થાંભલા વિગેરે ન રાખવાં. (૯૨)
स्तम्भकूपद्रुकोणाध्व-विद्धं द्वारं शुभं नहि ॥ गृहोया द्विगुणां भूमि , त्यक्त्वा ते स्युन वेधकाः॥९३॥
અર્થ –થાંભલો, કુવો, વૃક્ષ, ખૂણે તથા માર્ગ ઘરનાં દ્વારની વચ્ચે આવે તો તે દ્વારેવેધ કહેવાય છે, તે સારો નથી. પણ ઘરની ભૂમિથી બમણું ભૂમિ છેડીને ઉપર કહેલી વસ્તુ હોય તો દ્વારાધ ન થાય. (૯૩)
प्रथमान्ययामवर्ज, दित्रिप्रहरसंभवा ॥ छाया वृक्षध्वजादीनां, सदा दुःखप्रदायिनी ॥ ९४ ॥ અર્થ – પહેલો તથા છેલ્લે પહોર છેડી બીજા તથા ત્રીજા પહેરની વૃક્ષની અથવા ધ્વજાની છાયા ઘર ઉપર પડતી હોય તો તે સદાએ દુ:ખ દેનાર જાણવી. ૯૪
"Aho Shrutgyanam