________________
१४२
विवेकविलासे ऽष्ट उल्लासः। રાજાને ભય ઉત્પન્ન થાય. તથા હથીઆરો બળતા દેખાય, અથવા પોતાની મેળે મ્યાનમાંથી બહાર નીકળે તો સંગ્રામ થાય. ( ૮ )
अन्यायकुसमाचारौ , पाखण्डाधिकता जने ॥ सर्वमाकस्मिकं जातं, वैकृतं देशनाशनम् ॥ १०॥ અર્થ– મનુષ્યમાં અન્યાય, દુરાચાર અને પાખંડીપણું વૃદ્ધિ પામે, તો દેશને નાશ થાય. તથા કોઈ પણ ફેરફાર એકાએક થાય તો પણ તેથી દેશભંગ થાય. (૧૦)
प्रावृष्यन्द्रं धनुर्दुष्टं , नाह्नि सूर्यस्य संमुखम् ॥ रात्रौ दुष्टं सदा शेष-काले वर्णव्यवस्थया ॥ ११ ॥
અર્થ – વર્ષા કાળમાં ઈદ્રધનુષ્ય (કબાન) જે દિવસે સર્યની સંમુખ દેખાય, તે તેમાં કાંઈ દેષ નથી. પણ તેજ રાત્રિએ દેખાય, તે અશુભ જાણવું. તથા બાકીને વખતે દેખાય છે તેના રંગ પ્રમાણે શુભ અથવા અશુભ જાણવું. (૧૧)
सितरक्तपीतकृष्णं, सुरेन्द्रस्य धनुर्यदि ।
भवेदिप्रादिवर्णानां, चतुर्णा नाशनं क्रमात् ॥ १२॥ અર્થ –તે ઈદ્રધનુષ્ય જે સફેદ, રાતું, પીળું તથા કાળું દેખાય, તો - નુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રનો નાશ થાય. (૧૨)
अकाले पुष्पिता वृक्षाः, फलिताश्चान्यभूभुजे॥ अल्पेऽल्पं महति प्राज्यं, दुनिमित्ते फलं वदेत् ॥ १३ ॥
અર્થ––જે અકાળે વૃક્ષોને ફૂલ અથવા ફળ આવે તો રાજક્રાંતિ થાય. ઉપર કહેલાં દુષ્ટ નિમિત્ત (ત્પાત) અલ્પ હોય તો અલ્પ અને ઘણાં હોય તે ઘણું ફળ કહેવું. (૧૩)
अश्वत्थोदुम्बरवट-प्लक्षाः पुनरकालतः ॥ विप्रक्षत्रियविटशूद्र-वर्णानां क्रमतो भिये ॥१४॥ અર્થ –અશ્વસ્થ ( પીપળો ) ઉદ્બર ( ઉંબર ), વડ અને પૂક્ષ ( પીપર)
"Aho Shrutgyanam"