________________
૧૪૧
વિવેકવિલાસ, આમ ઉલ્લાસ. स्ववासदेशक्षमाय, निमित्तान्यवलोकयेत् ॥ तस्योत्पातादिकं वीक्ष्य, त्यजेत्तं पुनरुद्यमी ॥५॥
અર્થ––પિતાના આવાસના (વસવાના સ્થાનકના) અને સમગ્ર દેશને કલ્યાણને અર્થે નિમિત્ત (શુકન પ્રમુખ) જોવાં. જે તેમાં ઉત્પાત વિગેરે જણચ તો તે આવાસનો અથવા દેશને ઉદ્યમી પુરૂષે તુરત ત્યાગ કરવો. (૫)
(૩થનિમિત્તમઃ) प्रकृतस्यान्यथाभाव , उत्पातः स त्वनेकधा ॥ स यत्र तत्र दुर्भिक्षं , देशराज्यप्रजाक्षयः॥६॥
અર્થઃ—જે વસ્તુ જેવા સ્વરૂપમાં હમેશાં રહે છે, તેમાં ફેરફાર થવો, તે ઉત્પાત કહેવાય છે. તેના અનેક પ્રકાર છે. તે (ઉત્પાત) જ્યાં થાય, ત્યાં દુભિક્ષ, દેશનો તથા રાજયને ભંગ અને પ્રજાનો નાશ થાય છે. (૬)
देवानां वैकृतं भङ्ग-श्चित्रेष्वायतनेषु च ॥ ध्वजश्चोर्ध्वमुखो यत्र, तत्र राष्ट्राद्युपप्लवः ॥७॥
અર્થ –-જ્યાં ચિત્રામણની અથવા મંદિરમાંની પ્રતિમાઓના સ્વરૂપમાં કાંઈ ફેરફાર અથવા ભંગ થાય, તથા ધ્વજા ઊંચી ચઢતી દેખાય, ત્યાં રાષ્ટ્ર વિગેરેને ઉપદ્રવ થાય. (૭)
जलस्थलपुरारण्य-जीवान्यस्थानदर्शनम् ॥ शिवाकाकादिकाक्रन्दः, पुरमध्ये पुरच्छिदे ॥ ८॥
અર્થ ––જયાં જળચર જીવ ભૂમીએ અને ભૂચર જીવ જળમાં, નગરના જીવ જંગલમાં અને જંગલી જીવ નગરમાં રવાભાવિક રીતે દેખાય, તથા શિયાળિયાં અને કાગડા બહુ કોલાહલ કરે, તે નગરનો નાશ થાય. (૮)
छत्रप्राकारसेनादि-दाहाद्यैर्नृपभीः पुनः ॥
अस्त्राणां ज्वलनं कोशा-निर्गमः स्वयमाहवे ॥९॥ અર્થ – છત્ર, કોટ, સેના (લશ્કર) વિગેરેને જો અગ્નિને ઉપદ્રવ થાય, તો
"Aho Shrutgyanam