________________
વિવેકવિલાસ, છઠે ઉલ્લાસ. यातेऽस्ताचलचूलिकान्तरभुवं देवे रवौ यामिनीयामार्थेषु विधेयमित्यभिदधे सम्यग्मया सप्तसु ॥ यस्मिन्नाचरिते चिराय दधते मैत्रीमिवाकृत्रिमां,
जायन्ते च वशंवदाः शुचिधियां धर्मार्थकामाःस्फुटम् २५८ इति श्रीजिनदत्तमुरिविरचिते विवेकविलासे दिनचर्यायां पञ्चमः उल्लासः ॥५॥
અર્થ–સૂર્ય અસ્ત પામ્યા પછી રાત્રિના સાત ચોઘડિયા સુધીનું કૃત્ય મેં એવી રીતે સારી પેઠે કહ્યું. શુદ્ધ મનવાળા મનુષ્યને તે કૃત્ય આચરવાથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ મિત્ર જેવા પ્રકટપણે વશ થઈ જાય છે. (૨૫૮) ઇતિ શ્રીજિનદત્તસૂરિકૃત વિવેકવિલાસની ગુર્જર ભાષાને પાંચમે ઉલ્લાસ સંપૂર્ણ
अथ षष्ठ उल्लासः।
(૩થ તુચર્યા) कालमाहात्म्यमस्त्येव, सर्वत्र बलवत्तरम् ॥ ऋत्वौचित्यात्तदाहार-विहारादि समाचरेत् ॥ १॥
અર્થ –-(આ ઉલ્લાસમાં ઋતુચર્યા કહે છે. અર્થાત્ કઈ ગતુમાં કઈ રીતે વતેવું તે વિચાર કરીને કહે છે.) સર્વ ઠેકાણે કાળનું માહામ્ય પોતાનું જબરું બળ ધરાવે છે. માટે તુને ઉચિત પડે તેવી રીતે આહાર, વિહાર પ્રમુખ કરવા. (૧)
(અથ ઘસત્તા ) वसन्तेऽभ्यधिक क्रुद्धः, श्लेष्माग्नि हन्ति जाठरम् ॥ तस्मादत्र दिवास्वापं, कफदस्तु च त्यजेत् ॥२॥ અર્થ:–(પ્રથમ વસંતબ તુમાં શી રીતે વર્તવું તે કહે છે.) વસંતબકતુમાં કફનો અતિશય પ્રકોપ થાય છે, અને તેથી જઠરાગ્નિ મંદ પડે છે, માટે એ ઋતુમાં દિવસે નિદ્રા ન લેવી, અને કફ કરનારી સર્વે વસ્તુ વર્જવી. (૨)
૧ ––એકસે દસમા (૧૧૦) પૃષ્ઠમાં આવેલી ટિપ્પણું જુએ.
"Aho Shrutgyanam