________________
विवेकक्लिासे पञ्चम उल्लासः। क्रोधभीशोकमद्यस्त्री-भारयानाध्वकर्मभिः ॥ परिक्लान्तैरतीसार-श्वासहिकादिरोगिभिः ॥ २५३ ॥ वृद्धवालावलक्षीणैः, क्षुत्तृदशूलादिविह्वलैः॥ अजीर्णिप्रमुखैः कार्यो , दिवास्वापोऽपि कर्हिचित् ॥२५४॥ धातुसाम्यं वपुःपुष्टि-स्तेषां निद्रागमाद्भवेत् ॥ । रसःस्निग्धो घनः श्लेष्मा, मेदस्व्यह्नि शयीत न ॥२५५॥
અર્થ –ક્રોધ, ભય, શોક, મધપાન, સ્ત્રીસંગ, ભાર ઉપાડવો, વાહનમાં બેસવું અને માર્ગ ચાલ એવા કારણથી થાકી ગયેલા અતિસાર, શ્વાસ, હિક્કો (હેડકી), પ્રમુખ રેગથી પીડાયલા, ઘરડા, બાળક, દુર્બળ, માંદગી વગેરે ભેગવવાથી ક્ષીણ થએલા; ક્ષુધા, તૃષા, શૂળ વિગેરેથી પીડાયેલા અને અજીર્ણ પ્રમુખ રાગથી ઉપદ્રવ પામેલા એટલા મનુષ્યએ દિવસે પણ કાઈ વખતે સુઈ રહેવું. કારણ, તેમના શરીરમાં વિષમ થએલા ધાતુ તેમ કરવાથી સમ થાય છે, શરીરને પુષ્ટિ મળે છે, રસ ધાતુ સ્નિગ્ધ (ચીકણે) થાય છે, અને શુદ્ધ કફ ઘન થાય છે. પણ જેના શરીરમાં મેદ ભરાયો હોય તે મનુષ્ય દિવસે ન સુવું. (૨૩) (૨૫૪) (૨૫૫).
वातोपचयरौक्ष्याभ्यां, रजन्याश्वाल्पभावतः॥ दिवा स्वापःसुखो ग्रीष्मे,सोऽन्यदा श्लेष्मपित्तकृत् ॥२५६ ॥
અર્થ –ગ્રીષ્મ ઋતુમાં શરીરમાં વાયુને સંચય થાય છે, હવા રૂક્ષ હોય છે, અને રાત્રિ રકી થાય છે. એ ત્રણ કારણથી તે ગડતુમાં દિવસે સુવું સુખકારક છે, પણ બીજી ઋતુમાં તેમ કરવાથી કફપિત્તનો વિકાર થાય છે. (૨૫૬)
दिवा स्वापो निरन्नाना-मपि पाषाणपाचकः॥
रात्रिजागरकालार्थ, भुक्तानामप्यसौ हितः ॥२५७॥
અર્થ મનુષ્ય જે કાંઈ પણ ખાધા વગર દિવસે સુઈ રહે તો, તેના પેટમાં કદાચિ પાષાણ હોય તો તે પણ પચી જાય. રાત્રિએ ઉજાગર કરવો હોય તો દિવસે જમ્યા પછી પણ સુઈ રહેવું હિતકારિ છે. (૨૫૭).
"Aho Shrutgyanam