________________
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ.
૧૨૯ હેવાથી અંધકારની બહુલતાવાળા રાત્રિના સમયે જ પ્રાયે પ્રકટ થાય છે. (૨૪૭)
श्लेष्मावृतानि स्रोतांसि , श्रमादुपरतानि च ॥ ચાલાક વર્મસ્તરા નિદ્રા શરીરમ્ ૨૪૮ .
અર્થ – જે સમયે સંજ્ઞાવાહક સ્ત્રોત (નાડીઓ) કફથી ભરાય છે, અને ઇંદ્રિય શ્રમથી (થાકથી) પોતાનું કામ બંદ રાખે છે, ત્યારે પ્રાણિયોને નિદ્રા આવે છે. (૨૪૮)
निवृत्तानि यदाक्षाणि, विषयेभ्यो मनः पुनः ॥ न निवर्तेत वीक्षन्ते , तदा स्वमान् शरीरिणः ॥२४९॥
અર્થ-જ્યારે સર્વે ઈદ્ધિ થાકી જવાથી પોતાનું કામ બંદ કરે છે, પણ મન પોતાનું કામ કર્યા જ કરે, ત્યારે પ્રાણિયાને સ્વમાં આવે છે. ( ૨૪૯)
अत्यासत्त्यानवसरे, निद्रा नैव प्रशस्यते ॥ . एषा सौख्यायुषी कालरात्रिवत्पणिहन्ति च ॥ २५० ॥
અર્થ-અતિ આસક્તિથી તથા અવસર વિનાની નિદ્રા સારી ન જાણવી. કોરણ કે, તે નિદ્રા કાલરાત્રિ માફક સુખનો અને આયુષ્યને નાશ કરે છે. (૨૫૦)
संवर्धयति सैवेह , युक्त्या निद्रा सुखायुषी ॥ अनवच्छिन्नसंताना , सुधाकुल्येव वीरुधः ॥ २५१॥
અર્થ ---વિચ્છેદ (ખંડ) વગર યુક્તિથી આપેલી અમૃતની નીકથી જેમ વેલડી સુખમાં ઘણું કાલ સુધી જીવે છે, તેમ યુક્તિથી નિદ્રા લેવામાં આવે તો તેથી સુખ અને આયુષ્ય વધે છે. (૨૫૧)
रजन्यां जागरो रूक्षः, स्निग्धः स्वापश्च वासरे॥ रूक्षस्निग्धमहोरात्र-मासीनप्रचलायितम् ॥ २५२ ॥
અર્થ–રાત્રિએ ઉજાગર કરવો તે રૂક્ષ (લુ) છે, અને દિવસે સુવું તે સિનગ્ધ (ચીકણું) છે. દિવસે બેસી રહેવું અને રાત્રિએ ઉદ્યમ કરવો તે રૂક્ષ સ્નિગ્ધ છે. (૨૫૨)
"Aho Shrutgyanam