________________
૯૫
વિવેકવિલાસ, પંચમ ઉલ્લાસ. લક્ષ્મી મળે છે. તે જવ) જે જમણું અંગુષ્ઠના મધ્ય ભાગમાં હોય તો તે માણસને શુર્લ પક્ષમાં જન્મ થયો એમ જાણવું. (૬૪)
कृष्णपक्षे नृणां जन्म , वामाङ्गष्ठगतैर्यवैः॥ बहूनामर्थवैकस्य , यवस्य स्यात्समं फलम् ॥६५॥
અર્થ-ડાબા અંગુઠામાં જવ હોય તો તે માણસનો જન્મ કૃષ્ણ પક્ષમાં થયો એમ જાણવું. એક અથવા ઘણા જ હોય તો તે સર્વનું ફલ સરખું હોય છે. (૬૫)
एकोऽप्यभिमुखः स्वस्य , मत्स्यः श्रीवृद्धिकारणम् ॥ संपूर्णौ किं पुनस्तौ दौ, पाणिमूलस्थितौ नृणाम् ॥६६॥
અર્થ ––મનુષ્યના હાથના મૂળ ભાગમાં જે એકજ મત્સ્ય સામા મુખનો હોય તો તેથી લક્ષ્મીની વૃદ્ધિ થાય, અને તે સંપૂર્ણ માર્યો હોય તે પછી લક્ષ્મીની વૃદ્ધિ થાય એમાં શું કહેવું. (૬૬)
शफरो मकरः शङ्खः, पद्मः पाणौ स्वसंमुखः।। फलदः सर्वदैवान्त-काले पुनरसंमुखः॥ ६७॥
અર્થ –શફર (મસ્યની એક જાતિ), મગર, શંખ અને કમળ એ ચાર ચિન્હો હાથને વિષે પિતાની સંમુખ હોય તો સદૈવ સારાં ફલપ્રદ જાણવાં, અને જો સંમુખ નહોય તો અંતકાળે શુભ ફળ દેનારાં જાણવાં. (૬૭)
शतं सहस्रं लक्षं च , कोटिं दद्याद्यथा क्रमम् ॥ मीनादयः करे स्पष्टा-श्छिन्नभिन्नादयोऽल्पदाः ॥ ६८॥
અર્થમજ્ય પ્રમુખ ચિન્હો જે હાથને વિષે સ્પષ્ટ હોય તો અનુક્રમે સો, હજાર, લાખ અને ઠોડ દ્રવ્ય આપે છે. પણ જો છિન્ન ભિન્ન તથા અપષ્ટ વિગેરે હોય તો અલ્પ ધન આપે છે. (૬૮)
सिंहासनदिनेशाभ्यां , नन्द्यावर्तेन्दुतोरणैः ॥ पाणिरेखास्थितैर्माः , सार्वभौमा न संशयः॥ ६९॥
અર્થ–જે મનુષ્યના હસ્તરેખામાં સિંહાસન, સુર્ય, નંદાવર્ત, ચંદ્ર અને તોરણ હોય તો તે માણસ સાર્વભૌમ રાજા થાય એમાં સંશય નથી. (૬૯)
"Aho Shrutgyanam