________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૮૩ વગેરેના ઘંટાઓ કે દરિયાઈ મોટા કોડાઓ વાપરવામાં આવે છે એ જ રીતે લિખિત પુસ્તકોના સંશોધનમાં હરતાલ વગેરેનો ઉપયોગ કરનારને આંગળીથી પકડી શકાય એવા નાના ઘંટા કે નાની કોડીની જરૂરત રહે છે. તે એટલા માટે કે પ્રતિમાંના કોઈ નકામા પાઈને હરતાલ લગાડી ભૂસી નાખ્યો હોય, અથવા ઉપયોગી પાઠ ઉપર ભૂલથી હરતાલ લગાડી દીધી હોય ત્યાં ફરી તેનો તે જ પાઠ કે બીજે પાઠ લખવો હોય ત્યારે તે હરતાલ લગાડેલા ભાગને ઉપરોક્ત નાના લૂંટાથી ઘૂંટીને લખવામાં આવે છે, જેથી તે ઠેકાણે લખવામાં આવતા અક્ષરે રેલાઈ, ફેલાઈ કે ફૂટી જતા નથી.
જેમ આજકાલ આપણે કોઈ ધ્યાનમાં રાખવા લાયક પદ, વાક્ય, શ્લોક, પુષિકો વગેરેની નીચે લાલ શાહી કે પેન્સિલથી, અથવા લાલ શાહી કે પેન્સિલ ન હોય તો છેવટે ગમે તે રંગની શાહી કે પેન્સિલથી અન્ડરલાઈન તરીકે લીટી દેરીએ છીએ, તેમ ગ્રંથસંશોધકે પણ તેવાં ધ્યાનમાં લેવા લાયક પદ, વાક્ય આદિને ગેથી રંગી લેતા, જેથી તે તરફ વાચકનું લક્ષ્ય એકદમ દોરાય. આજકાલ ગેસને બદલે લાલ પેન્સિલ જ વાપરવામાં આવે છે. કેટલાક લોકો હસ્તલિખિત પુસ્તકોમાં ગે, કે લાલ પેન્સિલથી રંગાએલ પદ, વાય આદિને જોઈ એમ શંકા કરે છે કે “આ અક્ષર કાઢી નાખ્યા છે?' પરંતુ અમે જણાવ્યું એથી સમજી શકાશે કે એ લાલ રંગીન અક્ષરો કાઢી નાખેલા નથી હોતા પણ વાચકનું ધ્યાન ખેંચવા માટે એને લાલ રંગવામાં આવ્યા હોય છે.
દરે તાડપત્રીય પુસ્તકોના જમાનામાં કોઈ યાદ રાખવા લાયક અથવા ઉપાગી પંક્તિ, લેફ કે પાઠ હોય અથવા કોઈ વિષય કે અધિકાર, અધ્યયન કે ઉદેશ, લંભક કે ઉછુસ વગેરેની આદિ કે સમાપ્તિ થતી હોય, ત્યાં તે તે પાનાના કાણામાં ઝીણો સૂતરને દોરો પરોવી તેના બે છેડાને વળ ચડાવી તે દોરાની અણીને બહાર દેખાય તેમ રાખવામાં આવતી, જેથી પુસ્તકને હાથમાં લેતાંની સાથે તેમનાં ઉપયોગી સ્થળ, પુપિકા, પ્રકરણ, અધિકાર વગેરે તરત જ ખ્યાલમાં આવે.
પુસ્તકસંશોધનના સંકેત અને ચિન્હો જેમ વર્તમાન મુદ્રણયુગમાં વિદ્વાન ગ્રંથસંપાદકો અને સંશોધકોએ પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નવિરામ, આશ્ચર્યદર્શક ચિહ, અર્થદ્યોતક ચિહ્ન, ઠન્દ્રસમાસતક ચિહ્ન, શકિતપાઠવેતક ચિહ્ન વગેરે અનેક પ્રકારનાં ચિહ્નો-સંકેતો પસંદ કર્યા છે તેમ પ્રાચીન લિખિત પુસ્તકોના યુગમાં પણ તેના સંશોધક વિદ્વાન જૈન શ્રમણએ પુસ્તકોમાં નકામી ચેરભૂસ, ડાઘાડૂથી કે એકાકી ન થાય, વસ્તુ સ્પષ્ટ થાય અને નકામાં ટિપ્પણ-પર્યાયાથે લખવા ન પડે તેમજ એ માટે નિરર્થક સમયનો ભોગ આપવો ન પડે એ માટે અનેક પ્રકારનાં ચિહ્નો–સંકેતો પસંદ કર્યા છે. જે પાછળના પાને આપ્યા છે. એ જુદાજુદા સોળ વિભાગમાં આપેલાં વિવિધ ચિહ્નોનાં પ્રાચીન નામે અમે ખાસ કરીને કયાંય જોયાં-સાંભળ્યાં નથી; એટલે અમે પોતે, એ ચિહ્નોને તેના હેતુને લક્ષમાં રાખી અનુક્રમે