SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણસ્કૃતિ અને લેખનકળા આદિથી ખવાવાને લીધેનષ્ટ થયો હોય ત્યાં પ્રતિને ઉતારો કરનાર લેખકે ખાલી જગ્યા મૂકી હેય, તે સ્થળે માત્ર મતિકલ્પનાથી નવા અક્ષરે ઉમેરવાથી પભેદે વધી પડે છે. જેમકે - -વિછિદ્દો–મિંિર્વિવણિકો- મં છા ઇત્યાદિ. આ પ્રમાણે લેખક અને વિદ્વાન ધ તરફથી અનેક કારણોને લઈ હસ્તલિખિત ગ્રંથમાં અશુદ્ધિઓને પુંજ અને અગણિત પાઠભેદો વધી પડે છે. પુસ્તક સંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલી વિક્રમના બારમા સૈકાના પ્રારંભથી લઈ આજ પર્યતમાં લખાએલાં જે પુસ્તકોનો સંગ્રહ આપણી સામે હાજર છે તે પૈકી લગભગ સોળમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકોમાં જે અશુદ્ધ, વધારાના કે બેવડાએલા અક્ષરે હેય તેને કાળી શાહીથી છેકી નાખવામાં આવતા હતા અને જે સ્થળે નવા અક્ષરે કે પંકિતઓ ઉમેરવાની હોય ત્યાં - આવું હંસપગલાનું ચિહ્ન કરી તેને, જે સમાઇ શકે તેમ હોય તો મોટે ભાગે તે જ લીટીના ઉપરના ભાગમાં છોડવામાં આવતી ખાલી જગ્યામાં, અને સમાઈ શકે તેમ ન હોય તો પાનાના હાંસિયામાં કે ઉપર નીચેના ભાઈનમાં * * આવા બે ચેકડી જેવા હંસપગલાચિહ્નની વચમાં લખતા હતા. તાડપત્રીય પુસ્તકમાં વધારાના તેમજ બેવડાઈ ગએલા અક્ષર કે લીટીઓ ઉપર છે કે ન લગાડતાં ઘણીખરીવાર તેને પાણીથી ભૂંસી નાખવામાં આવતા અને તે ભૂંસી નાખેલા અક્ષરાને ઠેકાણે નવા અક્ષરો ઉમેરવાના હોય તો પુનઃ લખવામાં પણ આવતા હતા. સામાન્ય રીતે પુસ્તકમાં જ્યાં પંકિતઓની પંક્તિઓ જેટલા પાઠ બેવડાઈ ગયા હોય અગર નકામા પાઠ લખાઈ ગયા હોય ત્યાં, ખરાબ ન લાગે એ માટે આખી લીટી ઉપર શાહીને છેક ન લગાડતાં દરેક વધારાની લીટીના આદિ અંતના છેડા ઉપર એકએક આંગળને (—- –ો આવો ગોળ કોષ્ટકાકાર અથવા ઉલટસૂલટી ગુજરાતી નવડાના આકારને છેકે લગાડવામાં આવતું હતું. આ પદ્ધતિએ પુસ્તકો સુધારતાં જે પુસ્તકોમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તેમાં ચોમેર ડાઘાડૂથી અને એકાકી ખૂબ દેખાતાં. આથી સોળમી સદીની આસપાસના વિદ્વાન જૈન શ્રમણએ આ પદ્ધતિને પડતી મૂકી નીચે પ્રમાણેની નવી રીત અખત્યાર કરી, જે આજે પણ અવ્યવચ્છિન્નરીતે ચાલે છે. તે આ પ્રમાણે પુસ્તકમાં જે નિરુપયોગી અક્ષરો કે પાઠ હોય તે ઉપર હરતાલ કે સફેદ લગાડી તેને ઢાંકી દેવામાં આવે છે. જે એ અક્ષરે વંચાય તેમ તેને ભૂસવા હોય તે હરતાલ-સફેદાને આ છે પાતળા લગાડવામાં આવે છે. કોઈ અક્ષરને અમુક ભાગ નકામે હોય, અર્થાત ને ૫, મને કે , ૪ નો ૩, ૪ ને ૩, થે નો ચ, નો , વ ને ૨ આદિ અક્ષર સુધારવાના હોય, તો તે તે અક્ષરના નકામાં ભાગ ઉપર હરતાલ આદિ લગાડી ઈષ્ટ અક્ષર બનાવી લેવામાં આવે છે. આ જ રીતે બીજા અશુદ્ધ અક્ષરને ઠેકાણે જે અક્ષરેની આવશ્યકતા હોય તેને શાહીથી લખી, એ અક્ષરના આસપાસના નકામાં ભાગ ઉપર હરતાલની પીંછી ફેરવી ઇષ્ટ અક્ષરો બનાવવામાં આવે છે. ગ્રંથસંશોધન માટે આ પદ્ધતિને સ્વીકારવાથી પુસ્તકમાં નિરર્થક ડાધાડૂથી કે છેકાઠેકી દેખાતાં નથી અને માત્ર ખાસ પડી ગએલા પાઠ કે અક્ષરે જ પુસ્તકના ભાઈનમાં લખવા પડે છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy