SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા 196 અને કાલિકાચાર્યકથા એ બે પુસ્તકો જ લખવામાં આવ્યાં છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં કેટલાંક પુસ્તકો સામાન્ય સ્થૂલાક્ષરથી લખાતાં હતાં, તેમ છતાં એ સ્થૂલાક્ષરાને પણ વાસ્તવિક વિકાસ તા કાગળના યુગમાં જ થયા છે, કાતરથી કાપીને લખેલાં પુસ્તકા શાહીને ઉપયાગ કર્યાં સિવાય મૂક્ત કાગળને કાતરીને અથવા કારીને જેમ વૃક્ષ, વેલ, બુટ્ટા વગેરે આકૃતિ બનાવવામાં આવે છે તેમ માત્ર કાગળને કોતરીને પુસ્તકો પણ લખવામાં આવતાં. આ પ્રમાણે ઊતરીને લખેલું જયદેવ વિકૃત શીતગોવિન્દ્ર ૬ કાવ્ય ગાયકવાડ એરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ'માં નં. ૧૩૦૬માં છે. બીજાં પણ એવા છુટક કાતરીને લખેલાં પાનાં જોવામાં આવે છે. (૭) પુસ્ત સંશાધન અને તેનાં સાધન, સંકેત વગેરે પ્રાચીન પુસ્તકાદો ઉપરથી એક પછી એક થતા પુસ્તકાદર્દીમાં ઉત્તરાત્તર અએિને પુંજ વધતા જાય છે. પુતકામાં એ અશુદ્ધિ વધવાનાં કારણેા શું હશે, એ અશુદ્ધ પુસ્તકાને પ્રાચીન શોધકે કેમ સુધારતા હશે, એ પુસ્તકાને સુધારવા માટેનાં કયાં કયાં સાધના હશે, અને એને લગતા કઈ કઈ જાતના સંકેતા તેમજ ચિહ્નો હશે, એની અમે આ વિભાગમાં નોંધ કરીશું. આજે આપણી સમક્ષ વિક્રમની અગિયારમી-આરમી સદીથી લઈ અત્યાર સુધીમાં લખાએલે તેમજ શાખાએલે! જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે. તેનું બારીકાઇથી આવકન કરતાં, પાછલાં એક હજાર વર્ષના સંશોધનપ્રણાલીને લગતા પ્રામાણિક ઇતિહાસના,---અર્થાત્ પુસ્તકમાં વધતી અશુદ્ધિનાં કારણેા, પુસ્તકસંશોધનની પ્રણાલી, એનાં સાધને અને પુસ્તકસંશોધનને લગતા પાંડિત્યપૂર્ણ અનેક પ્રકારના સંકેતના,—આપણને ખ્યાલ આવી શકે છે અને એ ઉપરથી આપણને જૈન શ્રમણાની પ્રાચીન ગ્રંથસંશાધનપ્રણાલીને અને તેમની સૂક્ષ્મદર્શતાના પણ પરિચય મળી જાય છે. પુસ્તકમાં વધતી અત્તિઓનાં કારણો પ્રાચીન પુસ્તકાદર્શ ઉપરથી એક પછી એક ઉતારવામાં આવતાં હસ્તલિખિત પુસ્તકોમાં વધી પડતી અહિએનાં કારણેા અને તેને ઇતિહાસ અમે એટલા કાર ડ્યુસર આપીએછીએ કે વિદ્રાન ગ્રંથશેધકાને અશુદ્ધ પાઠેના સંશોધનકાર્યમાં એ મદદગાર થઈ શકે, અમે અમારા આજપર્યંતનાં અવલોકન અને અનુભવને આધારે ગ્રંથામાં અદ્ધએ અને પાઠાંતરા–પાભેદો વધી પડવાના કારણ તરીકે લેખકે અને વિદ્વાન વાચકે—સંશોધકો બંનેને તારવ્યા છે; અર્થાત્ કેટલીકવાર લેખાને કારણે પુસ્તકામાં અશુદ્ધિઓ અને પારભેદે દાખલ થાય છે જ્યારે કેટલીક વાર વિદ્વાન વાચક-સંશોધકોને કારણે પણ પુસ્તકામાં અહિંએ અને પાભેદો વધી પડે છે, જેના સહજ ખ્યાલ આપણને નીચે આપવા માં આવતી હકીકત ઉપરથી આવી શકશે. ૯૬ આ પુસ્તકની લંબાઈ પહેાળાઈ ૢ ×૪ ની છે. પ્રતિ નવી લખાયેલો છે. એના અંતમાં લેખકે કાતરીને આ પ્રમાણે પુલ્પિક લખેલી છે. 'श्रीरस्तु ॥ नटपद्रवास्तव्यवृद्वनागरज्ञातीय विष्णुपादाम्बुज सेवक देवऋष्णेन स्वयं त्यतिं || रामार्पणमस्तु ॥'
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy