SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ જૈન ચિત્રકલ્પદ્રુમ સોનેરી શાહીથી લખવામાં આવ્યા છે. સૂમાક્ષરી પુસ્તક જેને સાધુ સદાને માટે પાદવિહારી હોવા ઉપરાંત તેઓ પોતાની સઘળી વસ્તુને જાતે જ ઉપાડતા હોઈ રસ્તામાં વધારે પડતો ભાર ન થાય એની જેમ દરેક રીતે કાળજી રાખતા, તેમ રસ્તામાં સાથે રાખવાના પુસ્તકને પણ વધારે પડતો ભાર ન થાય તેમજ પઠન-પાઠનમાં સુગમતા વધે એ માટે પણ તેઓ ધ્યાન રાખતા. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથાની પિાથીએ નાની બનાવતા તેમજ ઝીણા અક્ષરેમાં લખતા-લખાવતા. તાડપત્રીય પુસ્તકના જમાના કરતાં કાગળના પુસ્તકના યુગમાં ઝીણા અક્ષર લખવાની કળાએ વધારેમાં વધારે વિકાસ સાથે છે એટલું જ નહિ પણ તે પછી જ ત્રિપટ, પંચપાટ વગેરે સૂક્ષ્માક્ષરી પુસ્તકો લખવાની પ્રથાએ જન્મ લીધો છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં જે જાતના ઝીણા અક્ષરો લખાતા હતા તે કરતાં કાગળના પુસ્તકના જમાનામાં અનેકગણે વિકાસ સધાયેલ છે. તાડપત્રીય પુસ્તકોમાં અમે એવાં પુસ્તકો પણ જોયાં છે જેમાં સાધારણરીતે ચાર લીટીઓ સમાઈ શકે એવાં પાનાંઓમાં દસ દસ લીટીઓ લખવામાં આવી છે, તેમ છતાં અમે આ નિબંધ સાથે મારપાત્રપ્રાપ્તિરત ઉવ ભોવાના ૧૧૬ વર્ષની પ્રતિમા પાનાનું ચિત્ર આપ્યું છે (જુઓ ચિત્ર નં. ૧૫) તેવા ઝીણા અક્ષરે તે તાડપત્રીય જમાનામાં નહેતા જ લખાતા. આ વાત અમે આખાં પુસ્તકને ઝીણુ અક્ષરમાં લખવાને લક્ષીને કહીએ છીએ, નહિ કે એ પુસ્તકમાંનાં ટિસ્પણ આદિને લક્ષીને; કારણકે તા૫ત્રીય પ્રતિમાંનાં ટિપ્પણે, પાઠભેદો અને તેમાં પડી ગએલા પાઠ ઘણોખરો વખત અત્યંત ઝીણામાં ઝીણા અક્ષરથી લખવામાં આવતા હતા. Qલાક્ષરી પુસ્તક જેમ જૈન શ્રમણે રસ્તામાં પુસ્તક રાખવાની સગવડ ખાતર સૂક્ષ્માક્ષરી પુસ્તકો લખાવતા હતા તેમ વાંચવાની સુગમતા ખાતર ક્યૂલાક્ષરી પુસ્તક પણ લખતા-લખાવતા હતા. સામાન્યરીતે તે દરેક પુસ્તક મધ્યમસરના અક્ષરમાં જ લખવા-લખાવવામાં આવે છે, પરંતુ દveત્ર અને ત્રિચાર્ય જેવાં પુસ્તક કે જે પર્યુષણ પર્વમાં પારાયણ તરીકે એકીશ્વાસે અને ગબદ્ધ વાંચવાનાં હેય છે તેને સ્થલોટા અક્ષરમાં લખવામાં આવે છે. જેથી વાંચવામાં અટક ન થાય તેમજ અક્ષર ઉપર આંખ બરાબર ટકે. ખાસ અપવાદ બાદ કરી લઈએ તો ધૂળાક્ષરી પુસ્તક તરીકે કલ્પસૂત્ર મુર્શિદાબાદનિવાસી પ્રસિદ્ધ જૈન ધનાઢય જગત શેઠે પિતાના નિત્યપાઠ માટે લખાવેલી છે. લીંબડીના જૈન જ્ઞાનભંડ.૨માં બી. દેવચંદ્રજીકૃત “અધ્યાત્મગીતા અને શીતલજિનરતવનની સુવર્ણાક્ષરી પ્રતિ છે, જે ઓગણીસમી સદીમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ડેસી વોરાએ લખાવેલી છે. (ડોસા વારાને પરિચય મેળવવા ઈચછનારે લીંબડી જેન જ્ઞાનભંડારના લિરટમાંની “પૂરવર્ગી' જેવી) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીના જ્ઞાનસંગ્રહમાં શાલિભદ્રાસની પ્રતિ સુવર્ણાક્ષરે લખાએલી છે. આ સિવાય બીજા અનેક સ્ત, રાસ વગેરે સુવર્ણાક્ષરે લખાએલા જોવામાં આવે છે. સોનેરી ચિત્ર દોરેલી અને તે લગભગ પ્રત્યે પ્રત્યેક જૈન જ્ઞાનભંડારમાં ઢગલાબંધ વિદ્યમાન છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy