SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ જૈન ચિત્રકલ્પમ જેવાં પુસ્તકોમાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યાં, કલ્પસૂત્રને લગતા સુંદર નાનાં ચિત્ર પણ દોરવામાં આવતાં.૮૮ સુવર્ણાક્ષરી-રોચ્ચાક્ષરી પુસ્તક સોનેરી (નાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્ત્વનું છે. આપણા ચાલુ ધોળા કાગળ ઉપર સોનેરી-પેરી શાહીનું લખાણ લેશ પણ દીપ તેમ નહિ હોવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળાને–પાનાંને “ઍક ગ્રાઉન્ડ’ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કેડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સેનેરી--પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતા. આ અક્ષરો સુકાયા પછી તેને અકીક વગેરેના ઘૂંટાથી ઘૂંટતાં એ લખાણ બરાબર તૈયાર એપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગવિરંગી ચિત્ર, વેલો વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાત અને ખૂબીઓ દર્શાવવામાં આવતી. સોનેરીપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાંયે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમહંત ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે જૈન આગમોની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ગ્રંથની સુવર્ણાક્ષરી પ્રતિઓ પિતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી,૮૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવાસ્તુપાલે જૈન આગમોની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું પણ કહેવામાં આવે છે. એ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત રૂપે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જેવામાં જે અનેકાનેક સુવર્ણાક્ષરી સંદર પુસ્તકો આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી-સેળમી આદિ સદીમાં લખાએલાં છે. અમારી માન્યતા તો એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણાક્ષરી જૈન પુસ્તકે લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકે લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી. રીયાક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાક્ષરી પુસ્તકો કરતાં ૮૮ શ્રી વિજયજી મહારાજના વડેદરાના જેતપુરતકસંગ્રહમાં “કલ્પસૂત્રની એક પ્રતિ છે જેના મધ્યમાં આ પ્રમાણેનાંચિ છે. ૮૯ (૪) નિનામાનતા રાઝાર્વિશતિ:જ્ઞાન ધરાવતા 1 જાર-દ્વારકાવાઃसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैलेंखिता, योगशास्त्र-वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः। सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥ (ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखकपाश्र्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरण-चरितादिनन्यानामेकविंशतिः प्रतयो लेखिताः ।।' उपदेशतरङ्गिणी पत्र १४०॥ ૯૦ નુ ટિપ્પણ ન. ૩૦ (ત્ત).
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy