________________
૭૨.
જેન ચિત્રકલ્પદ્રુમ થતો ત્યાં છે આવા બે ઊભા દંડ કરવામાં આવતા અને જ્યાં ખાસ અવાંતર વિય, પ્રકરણ કે ગાથાની ટીકા આદિની સમાપ્તિ થતી હોય ત્યાં આ પ્રમાણે લખતા જ્યાં લોકની શરૂઆત કે સમાપ્તિ થતી ત્યાં બંને બાજુએ બે ઊભા દંડ કરતા અને તે પછી = કે લોકાંક લખતા. કેટલીક પ્રતોમાં, અત્યારના મુદ્રણમાં જેમ પરસવર્ણ કરવામાં આવે છે તેમ પસવર્ણ પણ કરવામાં આવતા અને જ્યાં ભૂલસૂત્રગાથા ઉપર ભાષ્ય વગેરે સમાપ્ત થતું ત્યાં તે તે સૂત્રગાથાના ભાગની સમાપ્તિ અક્ષરાંક દ્વારા સૂચવવામાં આવતી.૮૭ આમ છતાં પાછળના અવિવેકી લેખકે, લખાણમાં વધારો થાય અને એ લખાણું મહેનતાણાની ગણતરીમાં ન આવે એ ઇરાદાથી ઉપરોક્ત વિશિષ્ટ ચિહ્નો અને સંકેતોને ન લખતાં માત્ર ચાલુ ગ્રંથના અક્ષરે જ લખવા લાગ્યા; જેને પરિણામે લિખિત ગ્રંથના ગૌરવમાં ઘટાડો થવા ઉપરાંત ઉત્તરોત્તર દુર્ગમતા અને ગેટાળો વધતાં ગયાં છે. આ અવિવેકી લેખકોએ કેટલીયે વાર ગ્રંથના સંદર્ભોના સંદર્ભો ઉપરાંત મૂળ ગ્રંથના વિષયને લગતી સ્થાપનાએ, યંત્રો, ગ્રંથકારે કરેલાં ચિહો, લોકસંખ્યા, ગાથાસંખ્યા, ગ્રંથાશ્રમ, ગ્રંથની પ્રશસ્તિ સુદ્ધાં ઉડાડી દીધાં છે. લેખકેની આ અવિવેકી વર્તણૂક આજની નથી પણ સકાઓ જૂની છે.
તાડપત્રીય પુસ્તકોમાં ચિત્રો અને અંક આદિને ઠેકાણે કરાતા લાલ ચાંલ્લાને બાદ કરી લઈએ તે લેખન માટે અને લીટીઓ દોરવા માટે માત્ર કાળી શાહી જ વપરાઈ છે, જ્યારે કાગળનાં પુસ્તકે લખવા માટે કાળી શાહી ઉપરાંત સોનેરી, પેરી અને લાલ રંગની શાહીઓ પણ વપરાઈ છે. આમ છતાં એટલું તો ખરું જ છે કે કાળી શાહી અને સોનેરી-રૂપેરી શાહીનો ઉપયોગ જેમ આખાં પુસ્તકનાં પુસ્તકો લખવા માટે થયો છે તેમ આખું પુસ્તક લખવા માટે લાલ શાહીને ઉપયોગ ખાસ કરીને કયારે ય થયું નથી. આ શાહીનો ઉપયોગ મુખ્યપણે પુષ્પિકા, ગ્રંથાંક, ૩૬ , તારિ, પૂર્ણવિરામ તરીકે લખાતાં દંડનાં ચિહ્નો, લીટીઓ કે ચિત્રો લખવા માટે જ થયો છે.
પુસ્તકલેખનના પ્રકારે અગાઉ અમે ગંડી, કચ્છપી, મુષ્ટિ આદિ પુસ્તકોના જે પ્રકારો નોંધી ગયા છીએ એ પ્રકારો પુરતકના બાહ્ય દેખાવને લક્ષીને પાડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગમાં દેખાડાતા પુસ્તકના પ્રકારો-ભેદ-નામો કાગળ ઉપર પુસ્તક લેખનની શરૂઆત થયા પછી લખાણની પદ્ધતિ ઉપરથી પાડવામાં આવ્યા છે, જે અહીં દેખાડવામાં આવે છે. કાગળ ઉપર પુસ્તકે અનેક રૂપમાં લખાતાં હતાં. જેમકે ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, ફૂડ કે શઢ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રીયાક્ષરી, સુમાક્ષરી, પૂલાક્ષરી ઇત્યાદિ.
ત્રિપાટ કે ત્રિપાઠ જે પુસ્તકના મધ્ય ભાગમાં મેટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની
૮૭ જીત ક૨ભાગ્યમાં આદિથી અંત સુધી પરસવણ લખેલા છે અને ત્યાં ત્યાં જે જે સૂવગાથાનું ભાગ્ય સમાપ્ત થાય છે ત્યાં ત્યાં તે તે સૂત્રગાથાને અંક અક્ષરાંકથી લખેલે છે. પ્રાચીન હિંસામાં તેમજ બીજા ઘણા ઘણા ગ્રંથમાં પાસવર્ણ લખાએલા જવામાં અાવે છે.