SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા દોરવામાં આવતી હતી; પણું અનુમાને સોળમી શતાબ્દીથી લીટીઓ દોરવા માટે કાળીને બદલે લાલ શાહી પસંદ કરવામાં આવી છે. કાગળનાં પુસ્તકોની વચમાં દોરો પરોવવા માટે કાણું પાડવા ભાટે ખાલી જગ્યા રાખવામાં આવતી, તે છતાં તાડપત્રીય પુસ્તકનાં પાનાંની જેમ આનાં પાનાંને એકાએક ખસી પડવાનો કે અસ્તવ્યસ્ત થવાને ભય કે સંભવ નહિ હોવાથી તેમાં કાણું પાડી દોરે પરોવેલાં પુસ્તક જવલ્લે જ મળે છે. મોટે ભાગે તે આ કાણું પાડવાની જગ્યા ખાલી જ ૨ખાઈ છે, અથવા તે ઠેકાણે લાલ રંગના ચાંલ્લા કે લાલ, કાળી, આસમાની, પીળી શાહીથી મિશ્રિત ફૂલ, ચેકડી, બદામ વગેરેની આકૃતિઓ કરવામાં આવતી. કેટલાંક પુસ્તકોમાં, પાનાની બે બાજુના હાંસિયાની૮૫ વચમાં હિંગળાકના ટીકા કરી તે ઉપર જમણી બાજુએ અક્ષરાત્મક પત્રાંકે અને ડાબી બાજુએ અંકાત્મક પત્રાંકો લખવામાં આવતા હતા. કાગળનાં પુસ્તકમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં અને કેટલીકવાર બંને બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં હુંડી-૬ ભરવામાં આવતી અર્થાત ગ્રંથનું નામ અને પાનાની સંખ્યાંક લખવામાં આવતો હતો, અને ડાબી બાજુના હાંસિયામાં નીચેના ભાગમાં માત્ર પત્રાંક જ લખાતો હતો. એક જ વિષયના ગ્રંથોને એકીસાથે રાખવા ખાતર જયારે સળંગ લખાવવામાં આવતા તે સમયે ઉપર જણાવ્યા મુજબ ચાલુ ગ્રંથની હુંડી અને પત્રાંક આદિ ભરવા-લખવા ઉપરાંત બંને બાજુના હાંસિયાના વચલા ભાગમાં લાલ ચાંલ્લા કરી પત્રાક તરીકે એક બાજુ સળંગ અક્ષરાંકે અને બીજી બાજુ સાંગ ચાલુ અંકે લખાતા હતા. કેટલીકવાર બે પાંચ ગ્રંથો એકીસાથે લખેલા હોય તેમાં પાનાના અંકો સળગ કરવા છતાં ગ્રંથાને જુદા પાડવા માટે ડાબી બાજુના હાંસિયાના તદ્દન ખૂણામાં ઝીણું અંકે કરવામાં આવતા. આ બંને “ચારક” તરીકે ઓળખવામાં આવે છે. કાગળનાં પુસ્તકોનાં પાનાં એકસરખા માપનાં હોઈ તેમાં દરેક પાનામાં લીટીએ એકસરખી જ આવતી. જ્યાં ખાસ ઉદ્દેશ, અધ્યયન, મુતસ્કંધ આદિની સમાપ્તિ થતી હોય ત્યાં પુપિકા લોકાંક વગેરેને લાલ શાહીથી લખતા અથવા તેની આસપાસ લાલ શાહીથી | આવી ઊભી પૂર્ણવિરામસુચક બે લીટીઓ કરવામાં આવતી, જેથી તે તરફ એકદમ વાચકનું લક્ષ ખેંચાય. કાગળનાં પુસ્તકોના પ્રારંભમાં “ભલે મળ'નું ચિહ્ન અને સમાપ્તિમાં ! વગેરે તાડપત્રીય પુસ્તકની જેમ જ લખાએલાં મળે છે. માત્ર તાડપત્રીય પુસ્તકમાં સમાપ્તિમાં જે અનેક જાતની ચિત્રાકૃતિઓ કરાતી તે જવલ્લે જ આલેખાએલી મળે છે. પુસ્તકલેખનની પ્રાચીન વિશેષતાઓ તાડપત્ર અને કાગળ ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિને અંગે આટલું જણાવ્યા પછી હવે એને અંગે ખાસ વિશેષ હકીકત જણાવીએ. - પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાતાં હતાં તેમાં જ્યાં ખાસ વાક્યર્થને સંબંધ પૂર્ણ થત ત્યાં પૂર્ણવિરામસૂચક ! આવું દંડાકાર ચિહ્ન કરવામાં આવતું, જ્યાં ખાસ વધારાને અર્થે સમાપ્ત ૮૫ પાનાની ડાબી અને જમણી બાજુના માર્જિનને ‘હાંસિયા' તરીકે ઓળખવામાં આવે છે. ૮૬ જેને અત્યારે “હડિગ' તરીકે ઓળખવામાં આવે છે તેને આપણી ભાષામાં “હુંડી” એ નામથી ઓળખવામાં આવે છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy