SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७० જૈન ચિત્રક૯૫૬મ એ પણ લખવામાં આવ્યા છે. કેટલીક વાર અંકો લખવાની જગ્યાએ તેમજ કાણાં પાડવાની જગ્યાએ અંગુઠા વડે હિંગળકના ટીકાઓ-ચાંલ્લા કરવામાં આવતા. બે વિભાગ કે ત્રણ વિભાગમાં લખાએલા લખાણની આસપાસ, લખાણ બાંડું ને લાગે એ માટે, બૈર્ડરની જેમ ઊભી છે કે ત્રણ લીટીઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨-૧૩), તાડપત્ર સ્વાભાવિક રીતે વાંકચૂકાં હોઈ જે બાજુને ભાગ સાંકડો હોય ત્યાં એછી લીટીઓ લખાતી અને જે બાજુનો ભાગ પહોળે હોય ત્યાં વધારે લીટીઓ લખાતી; આથી ઘણી વાર એક જ પાનાના અમુક ભાગમાં વધારે લીટીઓ આવે અને અમુક ભાગમાં એછી લીટીઓ આવે એમ સમવિષમ પતિઓ આવવાનો પ્રસંગ બની જતો (જુઓ ચિત્ર નં. ૧૧માં આ૦ નં. ૩-૪). જે ઠેકાણે પાનાનો ભાગ સંકોચાઈ જાય ત્યાં, લીટી ઓકાવવામાં આવી છે એમ જણાવવા માટે ઘણીવાર ૬, ૭, ૭. આ આકૃતિઓને મળતું ગમે તે એક ચિહ્ન કરવામાં આવતું. આ જ પ્રમાણે પાનાના વાંકને લઈ અધવચ્ચેથી શરૂ થતી પંક્તિના સૂચન માટે પણ ઉપરોક્ત ચિહ્નો જ કરાતાં હતાં. પુસ્તકલેખનના પ્રારંભમાં “બે લીટી, ભલે, મીંડું' ઉપરાંત જિન, ગુણધર, ગુરુ, ઇષ્ટદેવતા આદિને લગતા નમસ્કાર લખવામાં આવતા એ અમે અગાઉ જણાવી ગયા છીએ. જયાં ચાલુ ગ્રંથન કેઇ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની કે સ, ઉસ, લંભક વગેરેની પૂર્ણાહુતિ થતી હોય ત્યાં એની પબિકાને છુટી પાડી તે પછી 1 ઘ| લખવામાં આવતે અને એ પછી સમાપ્તિચિહને લગતી ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧રમાં ૨૬૩ પાનાની આકૃતિમાં પાંચમી લીટી), અને તે પછી ચારપાંચ આંગળ જેટલી લીટી ખાલી મૂકી “ભલે, મીઠું, નમસ્કાર વગેરે લખી આગળનો ગ્રંથવિભાગ ચાલુ કરવામાં આવતો. કેટલીક પ્રતોમાં જ્યાં ગ્રંથના મુખ્ય વિભાગોની સમાપ્તિ થતી ત્યાં ચક્ર, કમલ, કલશ આદિની સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩). કેટલીકવાર કઈ ગાથાની ટીકા-ભાગ્ય-ચૂર્ણિ અગર ગ્રંથને કઈ ખાસ વિદ્યવિભાગ પૂર્ણ થતા હોય ત્યાં તે દર્શાવવા માટે પણ ના કરતો હતો, પણ ઉપર જણાવ્યું તેમ તે પછી ખાલી જગ્યા રાખવામાં આવતી નહોતી. કાગળનાં પુસ્તકે તાડપત્ર ઉપર પુરતક લખવાની સામાન્ય પદ્ધતિ જણાવ્યા પછી કાગળ ઉપર કેમ લખાતું એ હવે જણાવીએ. કાગળનાં પુસ્તકો પ્રારંભમાં તાડપત્રીય પુસ્તકની જેમ લંબાઈ-પહોળાઈમાં ટૂંકાં, મુષ્ટિ પુસ્તકાકારે લખવામાં આવતાં હતાં, તેમ છતાં તે તાડપત્રીય પુસ્તકની જેમ બે કે ત્રણ વિભાગમાં ન લખાતાં સળંગ એક જ વિભાગમાં લખાતાં હતાં. કેટલાંક પુસ્તકો તાડપત્રીય પુસ્તકોની જેમ લાંબા લખવા છતાં પહેાળામાં તાડપત્ર કરતાં બમણાં પહેલાં એટલે કે ૪ ઇંચ જેટલાં પાળાં લખાતાં હતાં; પરંતુ આટલાં લાંબાં પુસ્તક રાખવા-વાંચવા-લખવા-ઉપાડવાં કષ્ટભર્યાં લાગવાથી તેરમી શતાબ્દી પછી તેના કદને ટૂંકાવીને ૧૨૪૫ ઈંચનું કે તે કરતાં કાંઈક નાનું મોટું રાખવામાં આવ્યું છે. કાગળ ઉપર લખાતાં પુસ્તકમાં શરૂશરૂમાં લખાણની બે બાજુએ ર્ડર તરીકે કાળી શાહીથી જ લીટીઓ
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy