SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૯તાન, ૬૪=સ્ત્રીકલા. ૭રે પુકલા. અહીં આપવામાં આવેલા શબ્દો પૈકી કેટલાયે શબ્દાંકે વૈકલ્પિક છે, એટલે તે સ્થળે કયા શબ્દાંકથી કે ચાલુ અંક લે એ નક્કી કરવા માટે કેટલીક વાર સાધકબાધક પ્રમાણે વિચારવાનું બાકી જ રહે છે અને એ રીતે નિર્ણિત થએલા અંક જ પ્રામાણિક મનાય છે. રંધ, ખ અને છિદ્રનો ઉપગ શૂન્ય માટે પણ થયો છે અને નવ માટે પણ થયા છે. ગો એક માટે યે વપરાય છે અને નવ માટે પણ વપરાય છે. પક્ષ બે માટે વપરાયો છે અને પંદરમાટે પણ. એ જ પ્રમાણે શ્રુતિ બે માટે અને ચાર માટે, લોક અને ભુવન ત્રણ માટે સાત માટે અને ચૌદ માટે, ગુણ ત્રણ માટે અને છ માટે, તત્ત્વ ત્રણ પાંચ નવ અને પચીસ માટે, સમુદ્રવાચક શબ્દો ચાર અને સાત માટે તથા વિશ્વ ત્રણ તેર અને ચૌદ માટે વપરાએલા જોવામાં આવે છે.૮૪ (૧) પુસ્તકલેખન આ વિભાગમાં તાડપત્રીય, કાગળનાં, સેનેરી, રૂપેરી વગેરે પુસ્તકો કેમ લખાતાં હતાં એની માહિતી આપવામાં આવે છે. તાડપત્રીય પુસ્તકે તાડપત્રીય પુસ્તક, પત્ર ટૂંકાં ય તો બે વિભાગમાં અને લાંબાં હોય તો ત્રણ વિભાગમાં લખાતાં હતાં (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨). દરેક વિભાગની બે બાજુએ એકથી દોઢ ઈંચ જેટલો માર્જિન રાખવામાં આવતો. વચલા માર્જિનના મધ્યમાં, પુસ્તકનાં પાનાં અસ્તવ્યસ્ત થઇ ન જાય એ માટે, કાણું પાડી તેમાં દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). પાનાની બે બાજુ પૈકી જમણી બાજુએ અક્ષરાત્મક અંક-પત્ર લખવામાં આવતા અને ડાબી બાજુએ એકાત્મક પત્ર લખવામાં આવતા. કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં કેવળ અક્ષરાત્મક યા અંકાત્મક ૮૪ અહીં અમને તાત્કાલિક જે ઉદાહરણે મળી શક્યાં છે તે આ નીચે આપીએ છીએ? () વેરે ૪ ૨ ૨ ન થસ કમજૂર –વૃતરત્નાવદર: અ રૂ. () “ નિ: સ્વર: છ ણ ૧ પૃષમ/વિલિત '—ગૃ૦ ૪૦ ૫૦ સે. (ग) 'शालिन्युक्ता म्तो तगौ गोऽब्धि ४ लोकः --वृ० २० अ० ३. (घ) 'जिनभुवने १४२४ स्वर्गमितः' गुर्वावली लो० २९१. 'भुवनश्रुतिरविसंख्ये १२४३ वर्षे प्रश्नोत्तररत्नमालिकाटीका. (E) 'गुणनयमरसेन्दुमिते १६२३ वर्षे भावप्रकरणावचूरिः श्रीमद्विकमभूपतोऽम्बर-गुण-क्ष्माखण्ड-दाक्षायणीप्राणेशाङ्कितवत्सरे १६६०' जंबूद्वीपप्रज्ञप्तिटीका. (च) 'मुनिवसुसागरसितकर १४८७ मितवर्षे' सम्यक्त्वकौमुदी 'संवद्रसनिधिजलनिधिचन्द्रमिते १७९६ कात्तिके सिते पक्षे।' ज्ञानसारटीका, (छ) 'अब्दे षडऋविश्व १४९६ मिते' अर्थदीपिका 'शरेभविश्वे १३८५ यमितामवाप्य' गुर्वा० ग्लो० २८९.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy