SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જેન ચિત્રકલ્પદ્રુમ ઊભા રાખી બેસે છે, જ્યારે કેટલાક લહિયાઓ એક પગ ઉભે રાખી લખે છે. કેટલાક લેખકે પાનાં રાખીને લખવાની પાટીને ઉભી રાખી લખે છે તો કેટલાક ભિખારીઓ તેને આડી રાખી લખે છે, જ્યારે કેટલાક કાશ્મીરી લહિયાઓ એવા કળાબાજ હોય છે કે પાનાની નીચે પાટી વગેરેનું ટેકણ રાખ્યા સિવાય પાનાને તદ્દન અધર રાખીને જ લખે છે! ઘણાખરા લહિયાઓ પાના ઉપર ળિયાથી લીટીઓ દોરીને જ લખે છે–-લખતા, ત્યારે ઘણા યે લહિયાઓ લીટીઓ દોર્યા સિવાય અથવા પાનાને મથાળે માત્ર એક આછી પાતળી લીટી દોરીને જ લખતા, આજકાલ ગૂજરાત, મારવાડ આદિના જૈન લેખકે બે પગે ઉભા રાખી, પગ દુખે નહિ એ માટે તેની નીચે ગોદડાનો ગળ વીંટળ રાખી, તેના ઉપર આડી પાટી રાખી અને પાના ઉપર એળિયાથી લીટીઓ દેરીને જ લખે છે. કેટલાક લેખકે આડે કાપની કલમથી લખનારા હોય છે તે કેટલાક લગભગ સીધા કાપની કલમથી લખનારા હોય છે. કેટલાક લેખકોનો હાથ હી હોય છે ત્યારે કેટલાકનો હાથ ભારેપડતો હોય છે. આ બધી વિચિત્ર ટેવને કારણે એકબીજાની કલમ રટી ન થઈ જાય, ઠરડાઈ ન જાય કે તેમાં કૂચો ન પડી જાય એ માટે લેખકો બનતા સુધી એકાએક એકબીજાની કલમ પરસ્પરને લખવા માટે લેતા-દેતા નથી. આ માટે એક સુભાષિત પણ છે કે શિની' પુર્ત રામા, વરસે જતા જતા ! कदाचित् पुनरायाता, 'लष्टा' मृष्टा च चुम्बिता ।। લેખકે લેખનવિરામ લહિયાઓને પુસ્તક લખતાં લખતાં કોઈ કારણસર ઊઠવું હોય અથવા તે દિવસને માટે કે અમુક મુદતને માટે લખવાનું કામ મુલતવી રાખવું હોય તે તેઓ “સ્વરે તેમજ, ક ખ ગ ડ ચ છ જ ગ ઠ ઢ ણ થ દ ધ ને ફ ભ મ ય ર લ સ હ ક્ષ જ્ઞ” આટલા અક્ષરો ઉપર કયારે પણ પિતાનું કામ બંધ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે: “ કટ જાવે, ખા જાવે, ન ગરમ હવે, ૧ ચલ જાવે, છ છટક જાવે, 1 જોખમ દિખાવે, ૩ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, જી હા કરે, ધ ચિરતા કરે, ૨ દામ ન દેખે, ઘ ધન છડે, ન નઠારે, 8 ફટકારે, મ ભમાવે, મ માટે, ચ ફેર ન લિખે, ૨ રે, ખાંચાળો, સ સંદેહ ધરે, હું હીણે, ક્ષ ક્ષય કરે, શું જ્ઞાન નહિ.' અર્થાત બાકીના “ધ ઝ ટ ડ ત પ બ લ વ શ' અક્ષર ઉપર તેઓ તેમનું કામ બંધ કરે છે. તેમની માન્યતા છે કેઃ “ ઘસડી લાવે, ઝટ કરે, ૮ ટકાવી રાખે, ડગે નહિ, તે તરત લાવે, પરમેશર, ૨ બળાઓ, ૪ લાવે, ૨ વાવે, શ શાંતિ કરે.’ મારવાડના લેખકે મુખ્યતયા ઉપર વધારે આધાર રાખે છે એટલે કે લખતાં લખતાં ઊઠવું હોય કે લખવાનું કામ મોકૂફ રાખવું હોય તો જ અક્ષર આવ્યા પછી ઊઠે છે અથવા છેવટે કેઈ કાગળ ઉપર ૩ અક્ષર લખીને જ ઊઠે છે. લેખકની ઉપરોક્ત માન્યતા વૈજ્ઞાનિક પદ્ધતિએ કેવી અને કેટલી તથ્ય છે એ બાબતને
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy