________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૫૫ લખી શકે, છેવટે નવી ભૂલો વધારે તો નહિ જ લેખકની લિપિમાં સંદર્ય કેવું હોવું જોઈએ એ માટે અમે લિપિવિભાગમાં નોંધેલા લોકો તરફ વાચકોનું ધ્યાન ખેંચીએ છીએ. અર્થાત સુંદર, અબ્રાંત અને સુવા લિપિ લખવા ઉપરાંત ઉપરની પ્રતિ-નકલ-જેવી હોય તેવી જ નકલ ઉતારે લખે–એવો હોવો જોઈએ. જે લહિયે શાહી ઢળતો હોય, લેખણ ભાંગી નાખતો હોય, આસપાસની જમીન બગાડતો હોય, ખડિયાનું મોટું મોટું હોય છતાં તેમાં બળતાં લેખણ ભાંગી નાખતે હોય, કલમ કેમ પકડવી કે તેને ખડિયામાં પદ્ધતિસર કેમ બોળવી એ ન જાણતા હોય તેમ લેખણું લઈને લખવા બેસી જાય તો તે “ફૂટલેખક' અર્થાત્ અપલક્ષણો લેખક જાણો અને એ લેખક ફક્ત સુંદર પાનાંને બગાડે જ છે.”
લેખકનાં સાધન પુસ્તકના લખનાર લહિયા પાસે લેખનને લગતાં ક્યાં ક્યાં સાધનો કાયમી હેવાં જોઈએ એને સૂચવતે એક પ્રાચીન લોક અહીં આપીએ છીએઃ
कुंपी१ कजल२ केश ३ कम्बलमहो४ मध्ये च शुभ्रं कुशं५,
कांबी६ कल्म कृपाणिका८ कतरणी९ काठं१० तथा कागलमू११ । कीकी१२ कोटरि१३ कल्मदान १४ क्रमणे१५ कट्टि१६ स्तथा कांकरो१७,
एते रम्यककाक्षरैश्च सहितः शास्त्रं च नित्यं लिखेत् ।।१॥ આ લોકમાં લેખકને નિરંતર ઉપયોગી “ક” અક્ષરથી સૂચિત સત્તર સાધનોનાં નામનો સંગ્રહ છેઃ ૧ કંપી–ખડિયો ૨ કાજળ–શાહી ૩ કેશ-માથાના વાળ ૪ કાંબળ ૫ કુશ-ડાભ ૬ કાંબીઆંકણું ૭ કલમ ૮ કૃપાણિકા-છરી ૯ કતરણું–કાતર ૧૦ કા–પાટી ૧૧ કાગળ ૧૨ કીકી-આંખો ૧૩ કેટડી–ઓરડી ૧૪ કલમદાન ૧૫ ક્રમણ–પગ ૧૬ કટિ-કેડ અને ૧૭ કાંકરો. આ સત્તર સાધનમાં જણાવ્યું છે કે લેખકની આખ, પગ અને કેડ સાબૂત જોઇએ અર્થાત્ તેનું શરીર સશક્ત હોવું જોઈએ. એને લખવા બેસવા માટે એકાંત ઓરડી, બેઠક નીચે રાખી બેસવા માટે કાંબળ અને મંગળ માટે ડાભ પણ હોવાં જોઈએ. લખવાના સાધન તરીકે એની પાસે ખથિ, શાહી, શાહીમાં નાખવા માટે વાળ, કલમ અને કાગળ પણ હોવાં જોઈએ. કલમ કરવા માટે છરી અને કાગળ કાતરવા માટે કાતર પણ જોઈએ. પાનાં મૂકીને લખવા માટે લાકડાની પાટી જોઈએ અને પાનાં ઉપર લીટીઓ દેરવા માટે કાંબી પણ જોઈએ. ચપ્પની ધાર બગડી ગઈ હોય તેને અને કલમમાં સાધારણ કુચો પડી ગયો હોય કે તેના કાપમાં ઉંચાનીચાપણું રહેતું હોય તેને ઘસવા માટે કાંકરે એટલે કુબડીને પથ્થર પણ આવશ્યક છે. કલમ, કાંબી, કાતર, છરી, કાંકરે આદિને વ્યવસ્થિત રાખવા માટે કલમદાન પણ જરૂરી છે.
લેખકની ટેવ લેખકોને લખવા માટેની બેઠકની અને જેના ઉપર પાનાં રાખીને તેઓ લખે છે એ પાટીને રાખવા આદિને લગતી ઘણીઘણી વિચિત્ર કેવો હોય છે. કેટલાક લેખકો લખતી વેળા બે પગ