SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પર જેન ચિત્રક૯૫દ્રમ જૈન જ્ઞાનભંડારો નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ તેમજ વેરણછેરણ થઈ ગયા પછી તેમજ દેશ-વિદેશમાં ચાલી ગયા પછી પણ આજે નાનામાં નાની જન પ્રજાના અસ્મિત્વ નીચે -કેવળ એ પ્રજાને પિતાને પરિશ્રમે તૈયાર થએલો --જેટલો વિશાળ જ્ઞાનસંગ્રહ વર્તમાન છે એટલો ભાગ્યે જ બીજી કઈ પ્રજા પાસે હેવાને સંભવ છે. જૈન સંસ્કૃતિએ લેખનકળા સ્વીકારી ત્યારથી આજ પર્યંતનાં પંદરસો વર્ષનો જૈન લેખકને આ ઇતિહાસ છે. આજે મુદ્રણયુગના પ્રતાપે કળાધર જૈન લેખકોને ભયંકર દુકાળ પડ્યો છે. આપણે વધારે દૂર નહિ જઈએ, પણ ચાલુ વીસમી સદીના પૂર્વાર્ધમાં સારામાં સારા લેખકોત્રણ ચાર રૂપીએ એક હજાર બ્લોક લખતા હતા, એને બદલે આજે સાદામાં સાદે લેખક પણ પાંચ છ પીઆથી છે ભાવે લખવા ના પાડે છે અને સારા લેખક હોય તે એક હજાર કલોક લખવા માટે દસ, પંદર કે એથી પણ વધારે પીઓ સુધી પહોંચી જાય છે. આમ છતાં પ્રાચીન લિપિથી ચિત એવો વિશ્વાસપાત્ર લેખક એ તે એક આશ્ચર્યરૂ૫ વસ્તુ જ ગણવાની છે. ઘણાખરા લેખકો તે ક્ષિકા સ્થાને મક્ષિકા’ ન્યાયે ગમે તેવું લખીને ધરી દે તેવા જ હોય છે. આજે અમારી સમક્ષ અમારા પરમ પૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને પૂજ્ય ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજનો માનીતો અને તેમની જ છાયા નીચે કેળવાએલો પાટણનો વતની બ્રાહ્મણ જ્ઞાતીય અમારો લેખકરત્ન ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી છે, જે માત્ર લેખનકળામાં જ પ્રવીણ છે એટલું જ નહિ, પણ પ્રાચીન તાડપત્રીય, જીર્ણ-શીર્ણ પુસ્તકોની નષ્ટ-ભ્રષ્ટ અને ભૂંસાઈ ગએલી લિપિઓને ઉકેલવામાં ઉસ્તાદ હોવા ઉપરાંત વૈદક, જ્યોતિષ, મંત્ર-તંત્ર-યંત્ર આદિ વિષથી પણ એટલે પરિચિત છે કે ગમે તેવું વિષમ લખાણ હોય કે યંત્ર વગેરે લખવા બનાવવા ચીતરવાં હોય તે તેમાં પિતાની સ્વતંત્ર પ્રતિભાનો ઉપયોગ કરી શકે તેવો છે. આવા લેખકે આજે અતિ દુર્લભ છે. ઉપર અમે જૈન લેખકો જણાવી ગયા, તે સિવાય જૈન શ્રમણ, યતિઓ અને શ્રાવક ૯, ૬૯ જૈન ઉપાસકે અને ઉપાસિકાએ જ્ઞાનભક્તિનિમિતે ધણીવાર પુરત લખતાં હતાં. પાટણ સંધવીના પાડાના ભંડારમાં દતાં પૂત્ર, નિશીયલૂ વગેરે પુરતા શ્રાવકેએલખેલાં છે. મૂત્રકૃતાં મૂત્રનો પ્રતિ લેખનકળાકુશળ કાયરથજ્ઞાતીય મંત્રી ભીમે લખેલી છે. તેની પ્રશસ્તિમાં આ પ્રમાણેનો ઉલ્લેખ છે 'श्रीकायस्थविशालवंशगगनादित्योऽत्र जानाभिधः । ___ संजातः सचिवाप्रणीमुख्यशाः श्रीस्तंभतीर्थे पुरे ।। तत्सुनुलिखनक्रियेककुशलो भीमाभिधो मंत्रिराट् । तेनाय लिखितो बुधावलिमनःप्रीतिप्रदः पुस्तकः॥' (a) “નિદજી સમા | £૩ / I છે ! મંગારું માછી: છે | સંવત ૧૧૬૭ વાલાતિषष्ठथायां शुक्रदिने श्रीजयसिंघदेवविजयराज्ये श्रीभृगुकच्छनिवासिना जिनचरणाराधनतत्परेण देवप्रसादेन निशीथचूर्णीपुस्तकं लिखितमिति ।। જેસલમેરના તાડપત્રીય ભંડારમાં પિથી ને. ર૨૩ કર્મરતવ-કર્મવિપક ટીકા, પિ. ને, ર૯૭ કડાણ, પો. નં. ૩૫ ગણપસાર્ધશતકષત્તિ વગેરે પુસ્તકા શ્રાવકોએ લખેલાં છે. આના અંતમાં નીચે પ્રમાણે લેખકની પરિપૂકાઓ છે:
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy