SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગોરવ જળવાય એ માટે કેવી કેવી પદ્ધતિઓ સ્વીકારી હતી તેને ટંક ખ્યાલ આવે. જેમ જેમ લેખનમાંથી અમાત્રા અને કૃષિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અમાત્રા-ઊર્ધ્વમાત્રાએ લીધું તેમ તેમ લિપિના માપમાં કાપણું અને અમાત્રા-ઊર્ધમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે. જેનો પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ. (૫) જૈન લેખકે પ્રાચીન કાળના જૈન લેખકે, તેમની લેખન પદ્ધતિ, તેમનાં લેખન વિષયક સાધનો, તેમની ટેવો, તેમનો લેખનવિરામ વગેરે કયા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખ અને અત્યારના લેખકોની ખાસ ખાસ ટેવો. વર્તણુક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ. જેન લેખકો પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાંની લેખકોની પુષ્પિકાઓ જોતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહામા, ભોજક વગેરે અનેક જાતિઓનાં૧૮ કળાનાં કુળ નભતાં હતાં. જેન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ ઓવારી નાખતી અને જૈન પ્રજા એ કલાધર લેખકોનાં આખાં કુળનાં કુળને પિતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પરિણામે એ કલાવિદ લેખકે જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પોતાને “જેનલેખક–જૈનલહિયા તરીકે ઓળખાવવામાં આત્મગૌરવ માનતા.એ લેખકોએ જેને પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું લિપિનું સૌષ્ઠવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ બીજી પ્રજાનાં પુસ્તકો લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હોશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઈ પ્રજાએ આંયાં હશે. મહારાજા શ્રીહ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીજદેવ આદિ જેવા અપવાદને બાદ કરી લઈએ તો આ વસ્તુની કિંમત આંકવામાં ઘણીખરી વાર મેટામેટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સંકડો વિશાળ જ્ઞાનભંડારે નિહાળતાં સહેજે થઈ શકે તેમ છે. કાળનો પ્રભાવ, મોગલોની વિક્રેષિતા, ઉધઈ, ઉંદર, અગ્નિ, વરસાદ આદિના ભોગ થવું, જૈન યતિઓ અને ભંડારના કાર્યવાહકોની બેવફાદારી અગર બિનકાળજી ઇત્યાદિ અનેક કારણોને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત ६८ 'संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.' __'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखितं समाप्तमिति.' 'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अद्येह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्यફાતીયપુરોતિ જે ચિંતિત છે ચાર પુછે છે | વંટ લુચિમેન મુ તિ ” ઈત્યાદિ. આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુઓ ને છે, જે દરેકના હાથ નીચે પંદર પંદર વીસ વીસ લહિયાઓ પુરતક લખવાનું કામ કરતા હતા.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy