________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા રંગ તરીકે અમે આગળ સંશાધનવિભાગમાં જણવીશું એ હરતાલ અને સફેદાને ઉપયોગ કરાતા હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળા અને સફેદ મેળવી ગુલાબી રંગ બનાવતા હતા: હરતાલ અને કાળી શાહી મેળવી લીલે રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક રંગેની બનાવટને લગતી નેંધ છે. જે અહીં આપીએ છીએ:
અથ૪ ચીત્રામણ રંગ ભર્યાની વધીઃ (૧) સફેદો ટાં. ૪–ાયાવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧૫–ગોરો રંગ હેઇ.(૨) સીંદુર ટાં.૪, પોથી ગલી ટાં. ૧–ખારીક રંગ હેઇ. (૩)હરતાલ ટાં. ૧, ગલી ટાં. નાનીલો રંગ હોઈ. (૪) સફેદ ટાં. ૧, અલતો ટાં. ૧–ગુલાબી રંગ હોઈ. (૫) સફેદ ટાં. ૧, ગલી ટાં. ૧–આકાશી (આસમાની) રંગ હેઇ. (૬) સીંધુર ટાં. ૧, યાવડી (પીઉડી) ટાં. બા–નારંગી રંગ હેઇ.”
ઉપરોક્ત રંગેને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. (૪) જે લખાય તે–જેન લિપિ
લિપિને વારસો જે લખાય તે” એ સાધનમાં લિપિનો સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જેન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળો અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિનો ત્યાગ કરીને સૈરાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતાં એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કારે એ જૈન પ્રજાની લેખનકળામાં પોતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના મરોડ, યોજના પડિમાત્રા વગેરે. બ્રાહ્મીદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી ડિમાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાંથી ઘટતાં ઘટતાં આજે એ સદંતર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિમાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથ વાંચનારને માટે સૈ પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે
૧૩ રંગેની નોધનું આ પાનું પાટણૂનિવાસી માટે શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે. ૬૪ ભારતવર્ષના પ્રચલિત અત્યારની દેવનાગરી, બંગાળી આદિ તમામ લપિઓ બ્રાહ્મી લિપિના જ પ્રકારતર હાઇ અમે એ લિપિઓને અહીં બ્રાશીબગલા, બ્રાહ્મીદેવનાગરી એ નામથી ઉલ્લેખ કર્યો છે,