________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૪૩
કાગળને અતિ ટૂંક સમયમાં એટલેકે એક, બે કે વધારેમાં વધારે ત્રણ સૈકામાં જ ખાઇ જાય છે અને એ પુસ્તકની દશા તમાકુનાં સૂકાં પાંદડાં જેવી થઇ જાય છે. લાખ આદિ વસ્તુઓ તાડપત્રને જ માફક છે, કાગળ-કપડાને નહિ. બીઆરસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં ખૂબ ઉમેરી। થાય છે, પણ તેના સ્વભાવ શુષ્ક હા જો તે સહજ પણ વધારે પડી જાય તે શાહીમાં નાખેલા ગુંદરની ચિકાશને ખાઇ જાય છે અને એ શાહીથી લખેલું લખાણ પતરીરૂપ થઇ પાતાની મેળે ઉખડી જાય છે અથવા પાનાંને આપસમાં ઘસારા થતાં પુતકને કાળુંમેશ કરી મૂકે છે. ભાંગરાના રસ બરાબર માપસર નાખવામાં આવે તે તે એવી જોખમી કે એકાએક પુસ્તકના નાશ કરે તેવી વસ્તુ નથી. કેટલા ય પુસ્તક લખનારા-લખાવનારાએ આ વસ્તુસ્થિતિથી અજાણ હાઈ ગમે તે જાતની શાહીથી પુસ્તક લખેલખાવે છે, તેનું પરિણામ એ આવે છે કે પુસ્તકા નજીકના જ વૃિષ્યમાં ખવાઇને નાશ પામી જાય છે. પુસ્તકાની કાળાશ અને જીર્ણતા
અહીં આપણે શાહીને કારણે થતી પુસ્તકાની અવદશાને અંગે કેટલુંક વિચાર્યાં પછી પ્રસંગાપાત એ પણ જોઇ લઇએ કે લિખિત પુસ્તકનાં પાનાંમાં કાળાશ અને હૂઁતા શા કારણે આવે છે. કેટલાંક પુસ્તકો તેના ઉપર સકાએ વહી જવા છતાં જેવાં ને તેવાં ઊજળાં, ટકાઉ અને સારામાં સારી સ્થિતિમાં હૈય છે, જ્યારે કેટલાંક પુસ્તકા કાળાં પડી જાય છે. કેટલાંક કાળાં પડવા ઉપરાંત એવાં થઇ જાય છે કે જો તેના ઉપર સહેજ ભાર આવે, આંચકુ લાગે કે વળી જાય તે તેના ટુકડા થવાને ભય રહે અને જાળવીને વાંચવામાં આવે તે એકાએક કશી ય હરકત ન આવે; જ્યારે કેટલાંક પુસ્તકે એવાં જીર્ણ થઇ જાય છે કે તેને ઉપાડવાની વાત તેા દૂર રહી, પરંતુ પેાતાને સ્થાને પાંપડ્યાં પણ એ તૂટી જાય છે. કેટલાંક પુસ્તકનાં પાનાંની એક બાજુ ઊજળી અને એક આજી કાળી, પાનાને અધમૈં ભાગ ઊજળા અને અર્ધાં ભાગ કાળા, અમુક પાનાં છણું અને અમુક પાનાં સારી સ્થિતિમાં, એક જ પાનામાં અમુક લીટી સારી અને અમુક લીટીએ છઠ્ઠું, આમ હાય છે. આ બધું બનવાનું કારણ શું?
આ બધી ચે બાઋતમાં અમે જાતે તેમજ તેના જાણકારા સાથે વિચાર કરતાં એમ જણાયું છે કે: ૧ કેટલીકવાર શાહી સારામાં સારી હોવા છતાં કાગળની બનાવટ જ એવી હૈાય છે કે જેથી સમય જતાં તે સ્વયં કાળા પડી જાય, નબળા પડી જાય કે સડી જાય છે. ૨ કેટલીકવાર શાહીમાં લાખ, કાથા, લેઢાને કાટ વગેરે પદાર્થો પડ્યા હોય છે તેને લીધે અક્ષરા અને તેની આસપાસના ભાગ કાળા પડી જાય, ખવાઇ જાય કે છઠ્ઠું થઇ જાય છે. ૩ કેટલીકવાર કાગળના માવાને સાફ કરવા માટે તેમાં નાખેલા ઉગ્ર ક્ષાર જેવા પદાર્થોની વધારેપડતી કણીઓ કે રજકણે, કાગળના જે ભાગમાં રહી ગયાં હોય તે સ્થળે સમય જતાં કાળા ડાઘા પડવાના સંભવ છે. ૪ કેટલીકવાર ચોમાસાની શરદીને લીધે પાનાં ચાંટી ગયાં હોય તેને ઉખેડીને એસમજને લીધે તડકામાં સૂકાવા મૂક્યાથી પાનાના જેટલા ભાગ ઉપર અને જે આજી ઉપર તડકા લાગે તે ભાગની સફેદી ઊડી જવા ઉપરાંત તે કાળાં પડી જાય છે. તડકા વધારેપડતા તીખા હાય અને તેની ગરમીની અસર વધારે પહેાંચે તે પાનાંની બંને ય બાજુની સફેદી ઊડી જાય છે, નહિ તે એક ખાજી કાળાશ અને એક બાજુ સફેદી