________________
૪૨
જૈન ચિત્રકલ્પદ્રુમ
માટે પ્રથમ પ્રકાર સર્વોત્તમ, આદરણીય તેમજ સુખસાધ્ય પણ છે. એ પ્રકારમાં જણાવ્યા મુજબ શાહીમાં ભાંગરાના રસ નાખવાથી એ શાહી ‘અક્ષરે અક્ષરે દીવા બળે’ જેવી ચમકીલી અને ધેરી થાય છે એ વાત તદ્દન જ ખરી છે, પણ તે સાથે એ પણ એટલું જ ખરૂં છે કે ભાંગરાના પ્રતાપે કાગળા કાળા પડવા સાથે લાંબે ગાળે જીર્ણ પણ થઇ જાય છે. અલબત્ત લાખ, કાથા કે હીરાકસીની જેમ એની તાત્કાલિક કે તીવ્ર અસર નથી થતી, તેમ છતાં અમારા અનુભવ અને ખ્યાલ છે ત્યાંસુધી ભાંગરાને રસ પડેલી શાહી કાગળના પુસ્તકને ચારપાંચ સૈકાથી વધારે જીવવા દેતી નથી; એટલે કાગળના પુસ્તક માટે શાહીના ચળકાટના મેાહ મૂકી કાજળ, ખીજાત્રાળ અને ગુંદર એ ત્રણના મિશ્રણથી બનેલી શાહી વાપરવી વધારે સલામતીભરી છે.
કાજળ અને બીજાખેાળનું પ્રમાણ સરખું લેવું અને ગુંદરનું પ્રમાણ અનેયથી બમણું લેવું. સ્વચ્છ સુંદર અને બીજાએાળને પાણીમાં ભીંજાવી, કપડાથી ગાળી, તાંબાની કઢાઇમાં ત્રણેને ભેગા કરી, એ ત્રણે બરાબર એકરસ થાય ત્યાં સુધી તાંબાની ખેાળી ચડાવેલા લીંબડાના છૂટા વડે ખૂબ લૂંટવાથી મષી-કાળી શાહી તૈયાર થાય છે. આ પ્રમાણે તૈયાર થએલી શાહીને સુકાવીને રાખી મૂકવી. જ્યારે કામ પડે ત્યારે પાણીમાં ભીંજવી મસળવાથી લખવા માટેની શાહી તૈયાર થાય છે. આ એક પ્રકાર સિવાય બાકીના પ્રકારો કાગળ-કપડાનાં પુસ્તક લખવા માટે ઉપયેગી નથી. અલબત્ત, એ પ્રકારેામાં જણાવ્યા પ્રમાણે બનાવેલી શાહી પછી જરૂર થાય છે, પરંતુ એ શાહી કાગળ-કપડાના પુસ્તકના જીવનને ટૂંકાવતી હેાઈ કાગળ-કપડાનાં પુસ્તકા લખવા માટે ઉપયેાગી નથી; પણ લાકડાની પાટી વગેરે ઉપર લખવા માટે એ શાહી અવશ્ય કામની છે. અમને લાગે છે તેમ એ બધા પ્રકાર: તાડપત્રીય પુસ્તક લખવાની શાહીના પ્રકારેને આધારે ઉપજાવી કાઢવામાં આવ્યા હશે. કપડાના વિષ્ણુાની શાહી માટે નીચેને પ્રકાર આપ્યા છેઃ
बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मत्री । मर्दयेद्द यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥ १ ॥
કાળી શાહી માટે ખાસ સૂચનાઓ
१ कज्जलमत्र तिलतैलतः संजातं प्राह्यम् । २ गुन्दोऽत्र निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा ग्राह्यः । धवसत्कस्तु सर्वथा त्याज्यः, मषीविनाशकारित्वात् । ३ मषीमध्ये महाराष्ट्रभाषया 'डैरली' इति प्रसिद्धस्य रिणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्क-मक्षिकाभावादयो गुणा भवन्ति ।' આમાં કહ્યું છે કે—૧ શાહી માટે કાજળ તલના તેલનું પાડેલું હેાવું જેઈએ. ૨ શાહીમાં સુંદર ખેરને, લીંબડાને કે આવળના જ નાખવા; ધવને કે ખીજી કોઇ જાતના ગુંદર નાખવા નહિ. ૩ રીંગણી એટલે જેને મહારાષ્ટ્રી ભાષામાં ‘ૐરલી' કહેવામાં આવે છે તેના મૂળના રસને શાહીમાં નાખવાથી તે ચમકીલી બને છે અને તેની કડવાશને લીધે માખીઓ આવતી નથી.
કાળી શાહીની અનાવટને અંગે ઉપરાક્ત હકીકત જાણ્યા પછી નીચેની બાબતે લક્ષમાં રાખવા જેવી છે: જે શાહીમાં લાખ લાક્ષારસ), કાથે, લેાઢાને કાટ કે ભૂકા પડે એ શાહી કપડા-કાગળ ઉપર લખવા માટે ઉપયેગી નથી; કારણકે આ બધી વસ્તુએ. સારામાં સારા કપડા