SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ એમ એક જ પાનામાં છે લાત પડી જાય છે. ૫ કેટલાક લહિયાઓ શાહી ચિંકી પડી ન જાય એ માટે શાહીના ખડિયામાં લેાઢાના ટાએલા ખીલા નાખી રાખે છે. શાહી ક્રિક્કી પડતાં તેને ખૂબ હલાવે છે. એટલે લેઢાને રગઢ-કાટ ઉપર આવે છે, એ પછી જે પાનાં કે પંક્તિઓ લખાય તે કાળાંતરે કાળાશ અને ર્ણતા પકડે છે અને એ રગડ-કાટ ભારે હાઈ નીચે બેસી જતાં તેની અસર ચાલી જાય છે...મંદ પડી જાય છે. આવાં જ કારણોને લીધે એક જ પુસ્તકમાં અમુક યાનાં, પાનાની અમુક બાજુ કે અમુક પક્તિએ સારી સ્થિતિમાં હાય છે અને અમુક જીર્ણ દશાએ પહેોંચ્યાં હાય છે. ૬ કેટલીકવાર સારામાં સારી સ્થિતિનાં પુસ્તકોનાં આદિઅંતનાં પાનાં લાખ, કાથેા, હીરાકસી, લેાઢાને કાટ વગેરે પડેલ શાહીથી લખાએલા પુસ્તક સાથે રહેવાને લીધે પણ કાળાશપડતાં અને જીર્ણ થઇ જાય છે, ૭ કેટલાક લહિયાઓ શાહી આછી—પાતળી ન પડી જાય એ માટે શાહીમાં બીઆરસ નાખે છે. આ રસના સ્વભાવ શુષ્ક હેાઈ તેમાંનું પાણી શાષાઇને શાહી જાડી પડી જાય છે. આ શાહીથી લખેલા અક્ષરે કાળા તેમજ જાડા આવે છે; પરંતુ સામાન્યરીતે તેમજ ખાસ કરીને ચેામાસાની શરદીમાં પાનાંને આપસમાં ધસારા લાગતાં તેના અક્ષરે અને પાનાં કાળાં થવા સાથે ચોંટી પણ જાય છે. આ પ્રમાણે કાગળની બનાવટ, શાહીની બનાવટ, બહારનું વાતાવરણુ આદિ અનેક કારણને લઈ લિખિત પુસ્તકને જુદાજુદા પ્રકારની અસરા પાંચે છે. સોનેરી અને રૂપેરી શાહી સેાનાની કે ચાંદીની શાહી અનાવવા માટે સાનેરી કે રૂપેરી વરકને લઈ એકેએકે ખરલમાં ૫૮ નાખતા જવું અને તેમાં તદ્દન સ્વચ્છ, ધૂળ-કચરા વિનાના ધવના ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા, જેથી વરક વટાઇને ચૂર્ણ જેવા થઇ જશે. આ પ્રમાણે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી પ નાખી તેને ખૂબ હલાવવા. જ્યારે ભૂકો બરાબર ફરીને નીચે એસી જાય ત્યારે ઉપરનું પાણી ધીરેધીરે બહાર કાઢી નાખવું. પાણી કાઢતી વખતે એટલું ધ્યાન રાખવું કે પાણી સાથે સેાના-ચાંદીના ભૂકે નીકળી ન જાય. આ રીતે ત્રણ ચાર અગર તેથી વધારે વાર કરવાથી તેમાંને ગુંદર ધેાવાઇને સાક્ થયા પછી જે સેાના ચાંદીના ભૂક રહે એ આપણી સાનેરી રૂપેરી શાહી સમજવી. કોઇને અનુભવ ખાતર ચેડી સોનેરી કે રૂપેરી શાહી બનાવવી હાય તે કાચની રકાબીમાં ધવના ગુંદરનું પાણી ચેાપડી, તેના ઉપર વરકને છૂટા નાખી, આંગળી વડે છૂટી, ઉપર પ્રમાણે ધેાવાથી સાનેરી રૂપેરી શાહી થઇ શકશે. લાલ શાહી સારામાં સારા કાચા હિંગળાક, જે ગાંગડા જેવા હોય છે અને જેમાં પારા રહે છે, તેને ૫૮ ખરલ સારામાં સારા લેવે કે જે અસાય તેવા કે ઊતરે તેવા ન હેાય. ને એ ખરલ ધસાય તેવા ! ઊતરે તેવા થાય તા તેની ઢાંકરી સેાનાચાંદીની શાહી સાથે લળતાં તે શાહી ખરાબ અને ઝાંખી થઈ જાય છે. પહે સાકરનું પાણી નાખવાથી શાહીમાંની ગુંદરની ચિકાશ ઘેવાય છે અને સેનાચાંદીની શાહીના તેના હ્રાસ થતા નથી, સાકરના પાણીમાં સાકરનું પ્રમાણ મધ્યમસર લેવું.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy