SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૩૧ આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીપના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળો માટે અત્યારનાં પેપરકટર મળીને કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળો અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તે હોશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળને મોટે ભાગે આપણે ઇચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતો નથી, એટલે એ કાગળને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે. પુસ્તક લખવા માટેના બધા દેશી કાગળ, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળે ઘણે સમય સુધી પડી રહેતાં અથવા ચોમાસાની શરદી વગેરે લાગતાં તેનો ઘટે આછો થઈ જાય છે-ઊતરી જાય છે. ધંટે આછા થઈ ગયા પછી અક્ષરે ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલો થઇ જાય છે, એટલે તેને ફરી લૂંટ ચડાવવો પડે છે. એ ઘેટે ચડાવવા માટે કાગળોને કે પાનને ફટકડીના પાણીમાં બોળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ચૂંટાથી કે કોડાથી લૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરે ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૧). અત્યારના વિલાયતી તેમજ આપણા દેશમાં બનતા કેટલાક કાગળનો ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કેઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતું હોવાથી તેનું સર્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળ આપણા દેશી કાગળાની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળાનો અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઊજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિ:સવ થઈ જાય છે. જોકે આ દેવ આપણે દરેક જાતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તો ખરી જ છે કે વિલાયતી કાગળે દેશી કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે. પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-ચંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેનાં છિદ્રો પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતજીની શેરીમાંના સંઘના જૈન ભંડારમાં કપડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચડી તેના ઉપર લખેલાં છે. ટિપ્પણ ટિપ્પણું બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચડીને લાંબા
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy