SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આટલું સામાન્ય વિવેચન કર્યા પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ. તાડપત્ર તાડપત્ર એ ઝાડનાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તે અથવા તાઢ છે અને ગુજરાતી નામ તાડ છે. એ બે જાતના થાય છે: ૧ ખરતાડ અને ૨ થીતાડ, ૧ ગૂજરાત વગેરે પ્રદેશની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર–પાંદડાં જાડાં, લંબાઈપહોળાઈમાં ટૂંકાં અને નવાં તાજ હેય ત્યારે પણ આંચકે કે ટકકર લાગતાં ભાગી જાય તેવાં બરડ હોવા સાથે જલદી સડી જીણું થઈ જાય એવાં હોય છે, એટલે એ તાડપત્રને ઉપગ પુસ્તક લખવા માટે થતું નથી. ૨ શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મોટા પ્રમાણમાં થાય છે. તેનાં પત્ર-પાંદડાં લક્સ, ૭x૭ ઈચ કરતાં પણ વધારે લાંબાં-પહોળાં ૩૮ તેમજ સુકમાર હોય છે. તેને સડી જવાનો કે ખૂબ લચકાવવામાં અગર વાળવામાં આવે તે પણ એકાએક તૂટી જવાને ભય રહેતો નથી. કેટલાંક શ્રીવાડની જાતિનાં તાડપત્ર લાંબાપહોળાં હોવા છતાં સહજ બડ હોય છે, તેમ છતાં તેના ટકાઉપણા માટે જરાયે દેશે રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીતાડનાં પાન જ ઉપયોગ કરવામાં આવ.૩૯ બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડપાને એકીસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકો એવી રીતે કયારેય લખાયાં નથી. જૈન પુસ્તકો એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે. તાડપત્ર જૂનાં થતાં તેને સ્વભાવ કાગળ અને કપડાને ખાઈ જવાનું હોય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થએલાં કે તૂટી ગએલાં પાનાને બદલે કાગળનાં જે નવાં પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી જીર્ણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની જીર્ણ અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડતાં હોવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઈ જતા હોય. એ ગમે તેમ હો, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થોડાં વર્ષમાં જ કાળાં પડી જાય છે. કાગવી કાગળને માટે આપણું પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં વક્ટ્રિ અને ક્ર શબ્દ વપરાએલા ૩૮ પાટણમાં સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ખેચવામમાર્તાની પ્રત છે, જે ૩૭ ઈંચ લાંબી છે. ૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ ઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડાં થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકી સાથે જમીનમાં દાટવામાં આવે છે. ત્યાં એ તાડપત્ર પિતાની મેળે સૂકાઈ ગયા પછી એને લખવા માટે ઉપગ થાય છે. આ રીતે મૂકાએલું તાડપત્ર, તેની લીલાશ તેના પિતાનામાં મરેલી-સમાએલી હાઈ વધારે કમળ બને છે. ૪૦ નુ ટિ. ન. ૩૦ ( @).
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy