SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ જૈન ચિત્રકલ્પદ્રુમ વસતા બૌદ્ધોએ પુસ્તક લખવા માટે જેમ હાથીદાંતને-હાથીદાંતનાં પાનાંઓને મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે તેમ જૈનેએ પુસ્તકનાં સાધન,---જેવાં કે આંકણી, કાંબી, ગ્રંથિ-ફૂદડી, દાબડા આદિ, માટે હાથીદાંતનો ઉપયોગ છૂટથી કર્યા છતાં પુસ્તકો લખવા માટે એનો ઉપયોગ કદી કર્યો નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું આદિનો ઉપયોગ જૈન પુસ્તકો લખવા માટે કદી થયો નથી. અલબત્ત, એમ બન્યું છે ખરું કે પુસ્તકને ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીએ કે પઢીઓ મૂકી હોય તેના ઉપર તે પિથીમાંના ગ્રંથોનાં નામ, કર્તા વગેરેની નોંધ કરેલી હોય છે (જુઓ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખ માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત ગ્રંથલેખન૩૭ માટે પણ એને ઉપયોગ થએલો જોવામાં આવે છે. ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં ન. ૧૦૦૦રમાં વિ. સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત પુરાણની પ્રતિ છે, જે અગુરુત્વક ઉપર લખાએલી છે. જેને પ્રજાએ આવી કોઈ તક-છાલ–ને પુસ્તક લખવા માટે ઉપયોગ કર્યો દેખાતું નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું બસ થશે કે જૈન પુરતકોના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળને જ ઉપયોગ થયો છે; શાસ્ત્રીય વિયેના યંત્ર-ચિત્રપટ તેમજ મંત્રતંત્ર-ચંત્રાદિના આલેખન માટે પઠું, લાકડાની પાટી, તામ્રપત્ર, રીપ્ય૫ત્ર વગેરે વપરાએલાં છે; યતિઓના જમાનામાં યતિવર્ગ મંત્ર-ચૈત્રાદિ લખવા માટે ભૂર્જપત્ર–મેજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ કવચિત ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કેઈ સાધનને ઉપયોગ થયે જણાતો નથી. ૩૬ લેખનસામગ્રીના સુલભતા ન હોવાને લીધે યુરોપવાસીઓએ મેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરંતુ ભારતીય જનતાએ પોતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હોવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર' માનતી હોવાને લીધે પરતકલેખન માટે એને ઉપગ કર્યાને સંભવ નથી. તેમ છતાં ભારતીય પ્રજ પુરતના સાધન તરીકે એને ઉપયોગ કરવાથી વંચિત નથી રહી શકી. બદ્ધ ગ્રંથમાં ચામડાને લેખન સામગ્રીમાં ગણાવ્યું છે. જેને પ્રજા પુરતાના રક્ષણ માટે એટલે કે ચામડાના દાબડા, પાટીએ, પદીએ આદિ તરીકે પ્રાચીન કાળથી એને ઉપગ છડેચેક કરતી આવી છે (જુઓ ચિત્ર નં. ૮ માં અ. નં. ૧ અને ચિત્ર નં. ૩ માં અ. નં૨). વૈદિકે પિતાને ત્યાં મૃગચમદિન ઉપગ ખૂબ છૂટથી કરે જ છે. ૩૭ જૈન સંરકૃતિએ પાષાણ-પથ્થર–ને ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ જ કર્યો છે. ખાસ કરી જેન સંરકૃતિના મહર્દિક એક ભૂત દિગંબર સંરકૃતિએ એને પુસ્તકલેખન માટે ઉપયોગ કર્યો છે. પ્રાગ્વાટ (પરવાડ) જ્ઞાતીય એથી લેવાકે (લેલિગે) મેવાડમાંના બીયાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથરની શિલાડી ઉપર સુન્નતાિહરપુરાણ નામના દિગંબર જૈન ગ્રંથને વિ સં. ૧૨૨૬માં કેતા હતા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે, શ્વેતાંબર જૈન મના તરફથી પથ્થર પર લખાએલાઈ પુરતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લોઢવા આદિ અનેક થળામાં કલ્યાણકપડુક, તપપટ્ટક, રવિરાવલિપટ્ટક આદિ પકે પથ્થર પર લખાએલા મળે છે તેમજ લોકનાલિકા, અઢીદ્વીપ, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આલેખાએલા મળે છે. તેનુએ બાબુજી શ્રીયુક્ત પૂર્ણચંદ્ર નહાર સંપાદિત ન રોઢસંદૃ ણંદ રે). આ સિવાય વિગ્રહરાજપૂત હરલિનાટક, સોમેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, રાતના ભજવિરચિત કમિશતક નામનાં બે પ્રાકૃત કાજે,રાજકવિ મદનકૃત પરિતામંજરી વિજય શ્રીનાદિકા વગેરે અનેકાનેક જૈનેતર ગ્રંથે પથ્થર ઉપર લખાએલાછેતરાએલા જુદે જુદે ઠેકાણે મળે છે. લુએ ભા. પ્રા. લિ. પૂ. ૧૫૦ ટિ૬)
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy