SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા જ પરિચય આપેલો છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યુત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે. ગંડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું અર્થાત્ ચોખડું હોઈ લાંબું હોય તે “ગડી પુસ્તક કહેવાય છે. “ગંડી’ શબ્દનો અર્થ ગાંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક ચંડિકા–ગંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેનો અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે. કછપી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું હોય અને વચમાંથી પહોળું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાળના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકે અત્યારે ક્યાંય દેખાતાં નથી. મુષ્ટિ પુસ્તક જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને “મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુરસ-ચોખંડું હોય તે “મુષ્ટિ પુસ્તક'. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવદ્ગીતા૭ જેવાં પુસ્તકોનો સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂડીની જેમ ગોળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જો કે અહીં લંબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપ્પણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથપોથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂડીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના કે મોટા, ચરસ કે લંબચોરસ ગુટકાઓને આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય. સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ સંપુટલક' છે. યંત્ર, ભાંગાઓ, ખૂદ્વીપ, वृत्तिः--'गण्डीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलकः छेदपाटीपुस्तकश्चेति पञ्च पुस्तकाः।' ૦ ૦ ફૂ૦ ૩૦ રે. (ख) 'तनुमिः पत्रैरुच्छ्रितरूपः किञ्चिदुन्नतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ. २. अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુસ્તક સોનેરી શાહીધી સચિત્રટિપણા રૂપે બે કોલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ૪u ઈંચની છે. એક માં બાર લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરે છે. એ કલમમાં થઈને ૩૮ થી ૪૨ અક્ષરો છે, કૅલમની પહેળાઇ લગભગ સવાસવા ઈંચની છે અને બાકીનો ભગ બે બાજુ અને વચમાં માર્જિન તરીકે છે. ૨૮ જુઓ ટિપ્પણ . ૨૨ પૈ–.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy