________________
૨૪
જૈન ચિત્રક૯પદ્રુમ અઢી દ્વીપ, લોકનાલિકા, સમવસરણ વગેરેનાં ચિત્રવાળી કાષ્ઠપટિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટફલક પુસ્તક કહી શકાય.
છેદપાટી જે પુસ્તકનાં પાનાં થોડાં હોઈ ઊંચું થોડું હોય તે છેદપાટી’ પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઇમાં ગમે તેવડું લાંબું કે ટૂંકુ હેય પણ પહોળું ઠીકઠીક હોવા સાથે જાડાઈમાં (પહોળાઈ કરતાં) ઓછું હોય તે છેદપાટી' પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઈ શકે.
ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉ૯લેને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનોની નોંધ જોતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલીયે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધનો હશે. પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષો અમારી નજર સામે ન હોવાને કારણે અમે એ માટે ચૂપ છીએ.
છેલ્લાં એક હજાર વર્ષની લેખનસામગ્રી ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તકલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીને જેનલેખનકળાને વાસ્તવિક ઈતિહાસ અંધારામાં ડૂબેલે હોવા છતાં પ્રાચીન ઉલ્લેખોને આધારે તેના ઉપર જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો પાડવા યત્ન કર્યો છે. હવે તે પછીનાં એક હજાર વર્ષને અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીના લેખનકળા, તેનાં સાધન અને તેના વિકાસને લગતે ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિન ઐતિહાસિક પરિચય આપવામાં અનુકૂલતા રહે એ માટે એની નીચેના વિભાગમાં ચર્ચા કરીશુંઃ ૧ લિપિનું આસન અથવા પાત્ર–તાડપત્ર, કપ, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ, એળિયું આદિ, ૩ લિપિપે દેખાવ દેનાર–-શાહી, હીંગળક આદિ, ૪ જે લખાય તે-- જેનલિપિ; ૫ જૈન લેખક: ૬ પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે. ૧) લિપિનું આસન અથવા પાત્રતાડપત્ર, કપડું, કાગળ આદિ રાજપ્રક્ષીય સૂત્રમાં ‘લિપિ + આસન =રિવારન' એ નામથી “ખડિયો' અર્થ લેવામાં આવ્યું છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાષ્ઠાદિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રીયપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિને સમાવેશ કરીએ છીએ.
ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારે વિદ્યમાન છે એ સમગ્રનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકે મુખ્યપણે વિક્રમની