________________
૨૨
જેન ચિત્રક૯૫દ્રમ નિઆર્કસ અને સ્થિનિસના ર૪ કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા નાં ચીંથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળે બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત તો નિર્ણત જ છે કે તેનો પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી; એટલે જેન પ્રજાએ એને ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાષ્ઠ પદિકાને જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભાજપત્ર કે કાગળને અંગે કોઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુસ્તકના પ્રકારે નાનાં મોટાં પુસ્તકોની જાતે માટે જેમ અત્યારે રોયલ, સુપર રેયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તક માટે ખાસ ખાસ શબ્દ હતા. આ વિષે જૈન ભાગ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે.
તેઓ જણાવે છે કે પુસ્તકોના પાંચ પ્રકાર છે.૨૫ ગડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી. આ સ્થળે ચૂણકાર-ટીકાકારોએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકોની આકૃતિ અને તેનાં માપને
૨૩ નિઆર્કસ, ઈ.સ. પૂર્વે ૩૨૬માં હિંદુસ્તાન પર ચડાઈ લઈ આવનાર બાદશાહ ઍલેકઝાંડરના સેનાપતિઓમાંને એક હતે. એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની નોંધ એરીઅને પિતાના “ઈડિકા' નામના પુરત ક્રમાં કરી છે. ૨૪ મેગથિનિસ, સીરિયાના બાદશાહ સેલ્યુકસના રાજદૂત હતા. જે ઈ. સ. પૂર્વે ૩૦૬ની આસપાસ મોર્યવંશી રાજ ચંદ્રગુપ્તના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આ હતો. એણે “ઈંડિકાનામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીજા લેખકોએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. ૨૫ (૪) “કાઠી દવિ पुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ।।
बाहल्ल-धुहत्तेहिं, गंडीपुत्थो उ तुल्गो दीहो । कच्छवि अंते तणुओ, मज्झे पिहुलो मुणेययो ।। चउरंगुलदीहो वा, बटागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरसो होइ विन्नेओ ॥ संपुढगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ।। दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहल्ली । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥'
–વૈજસ્ટિવ મિલ ટીવ, પત્ર ૨૬. (ख) 'पोत्थगपणगं ----दीहो बाहलपहत्तेण तुको चउरंसो गंडीपोत्थगो। अंतेमु तणुओ मज्झे पिहलो अप्पबाहल्लो कच्छमी । चउरंगुलो दीहो वा वृत्ताकृती मुट्रिपोत्थगो, अहवा चउरंगुलदीहो चउरंसो मुट्रिपोत्थगो । दुमादिफलगा संपुडगं । दीहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाही, अहवा तणुपत्तेहिं उस्सितो छिवाडी ॥'
૨૬ કેટલાક વિદ્વાને ગાથામાં આવતા ઝિવાડી શબ્દનું (જુટિ,૨૫) સંરકૃત રૂપ ટિકા કરે છે. પરંતુ અમે મૂત્રપ્તિ, સ્થાનાંત્રરીતિ (થારીમાં આદિ માન્ય પ્રાચીન ગ્રંથોને આધારે છિવાદી શબ્દનું શરકૃત ૨પ છેવટી આપ્યું છે,
(૪) “કારી જ મુન્દ્રી, વિરે હજુ ચા પર '