________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૨૧ લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણ એ સર્વત્ર પ્રસિદ્ધ વસ્તુ છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિઓ લખવા માટે લોઢાના સયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરાયો નહિ હોય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનકુળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના મરોડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખન આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે અને લગતિ સ્પષ્ટ ઉલ્લેખ કયાં યે જોવામાં નથી આવતું, તેપણુ કાનુયોજૂિ , નિશીયલૂળ૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખોને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તકો લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રને જ ઉપયોગ થયો છે. કપડાને કે લાકડાની પાટી વગેરેને પુસ્તક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપણાં, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવો જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારોમાં પુસ્તકો કરતાં ટિપણુ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે.
ભોજપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃતિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતાં કવચિત્ એનો ઉપયોગ થયો હોય તે અશકય પણ નથી. દિવંત રાવઠ્ઠી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિંગાધિપતિ રાજા ખારવેલે જૈન પુસ્તકે લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ ઘેરાવલી અને તેમાંની હકીકતે વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂકતા નથી.
२२ (क) 'वइरित्तं इमं–तालिमादिपत्तलिहित, ते चेव तालिमादिपत्ता पोत्थकता तेमु लिहितं, क्त्ये વા સ્ક્રિતિ – નુકૂરજૂળ વત્ર ૧૬–૧. (ख) 'इह पत्रकाणि तलताल्यादिसम्बन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, इस्रणिप्फण्णे इत्यन्थे ।'
--अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (1) “પુig ; ઘ યં–'નિશીયળ ૩૦ ૧૨. () “હુમારિક સંપુડ” નિરાંચળી.
(ड) 'इशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यव्यवहारः खल्वेष एव प्रन्थः पुस्तकपत्रलिखितः, आदिशब्दात् काष्ठसम्पुट फलक-पट्टिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।' ।
--व्यवहारपीठिका गा. ६ टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।'
-आवश्यक हारिभद्री टीका पत्र २३३.