SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર જૈન ચિત્રકલ્પદ્રુમ પડતાં ન હતાં. ભારતવાસીએ માંથી કાગળ બનાવવાનું ઈ.સ. પૂર્વે ત્રીજા ચેાથા સૈકાથી જાણી ગયા હતા. પુરાણેામાં પુસ્તક! લખાવીને દાન કરવાનું મેઢું પુણ્ય માનવામાં આવ્યું છે. ચીની યાત્રી હ્યુએન્સંગ અહીંથી ચીન પાછા કરતી વખતે વીસ ધાડાએ ઉપર પુસ્તકા લાદીને પેાતાની સાથે લઇ ગયા હતા, જેમાં ૬૫૭ જુદાજુદા ગ્રંથા હતા. મધ્યભારતના શ્રમણ પુછ્યાપાય ઈ.સ. ૬૫૫માં પંદરસા કરતાં વધારે પુસ્તકા લઈ ચીન ગયા હતા. આ બૌદ્ધ ભિક્ષુ યુરેપ કે અમેરિકાના લક્ષ્મીપતિઓ ન હતા કે રૂપીઆની થેલીઓ ખાલીને પુસ્તકા ખરીદે. એ બધાં પુસ્તકા તેમને ગૃહસ્થેા, ભિક્ષુએ, મઠ્ઠા અથવા રાજા તરફથી દાન જ મળ્યાં હશે. જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તકા આપવામાં આવ્યાં તે! સહેજે અનુમાન કરી શકાય છે કે લિખિત પુસ્તકા અને વિવધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે! જૈન લેખનકળા પ્રસંગાપાત ભારતીય આર્ય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી લેખનકળાના સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી હવે જૈન લેખનકળા'ના મુખ્ય વિષય તરફ આપણે આવીએ. પરંતુ એને અંગે અમારૂં વક્તવ્ય રજુ કરતાં પહેલાં જૈન શ્રમણુસંસ્કૃતિએ લેખનકળા કયારે અને શા માટે સ્વીકારી અને એને સ્વીકાર કર્યાં અગાઉ જૈન શ્રમણાની પોતાના પાનપાનને અંગે ી વ્યવસ્થા હતી એ આપણે જોએ. લેખનકળાના સ્વીકાર પહેલા જૈન શ્રમણેનું પાનપાટૅન ત્યાગધર્મની ઉચ્ચ કક્ષાને સાધનાર જૈન શ્રમણા પરિગ્રહભીરુ હેાઈ જેમ બને તેમ ઓછામાં ઓછા વસ્તુના પરિગ્રહથી અથવા સાધનેથી પેાતાને નિર્દેહ કરી લેતા હતા, તેમજ તે જમાનામાં પ્રત્યેક વિષયને મુખપાઠ રાખવાની ને મુખપાઠ ભણવા-ભણાવવાની પદ્ધતિ સમગ્ર ભારતવર્ષમાં હોવા ઉપરાંત જૈનભ્રમણાની પરિગ્રહને લગતી વ્યાખ્યા પણ અતિ ઝીણવટભરી હતી કે અધ્યયન-અધ્યાપન માટેનાં પુતકર્માદ જેવાં સાધના લેવાં એ પણ અસંયમરૂપ અર્થાત્ યાગધર્મને હાનિ પહોંચાડનાર તેમજ પાપ ૧૦ મનાતું. કારણ એ હતું કે જૈન શ્રમણે બુદ્ધિસંપન્ન તેમજ અદ્ભુત સ્મરણુશક્તિવાળો આવે છે. આ પેખાયરસે કર્યું તે લાકડાની પેટીમાં સુરક્ષિત રીતે રાખેલા મૃતાના હાથમાં રાખેલા હોય છે અથવા તેમના શરીર ઉપર લપેટલાં હાય છૅ. મિસરમાં ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષે લગભગનાં એવાં પેપાયરસે મળે છે. લખવાની કુદરતી સામગ્રી સુલભ ન હોવાને કારણે યુરૈપવાસી ખૂબ પરિશ્રમપૂર્વક ઉપરોક્ત ક્રેડની છાલને ચોંટાડીચેાંટાડીને પાનાં બનાવતા હતા. ભા. પ્રા. લિ. પૃ. ૧૬ ટિ, ૧. ૧૦ () નિશીયમાન્ય તથા પમાષ્યમાં જણાવ્યું છે કે 'पोरथग जिण दितो, वग्गुर लेवे य जाल चक्के य ।' અર્થાત્ -શિકારીઓના કાસલામાં સપડાએલું હરણ, તેલ વગેરેમાં પડેલી માખ, જાળમાં પકડાએલા માછલાં વગેરે તેમાંથી છટકી જઈ ખેંચી શકેછે, પણ પુસ્તકના વચમાં ક્સાઇ ગએલા જીવે ખેંચી શકતા નથી.તેથી પુતક રાખનાર અમણેાના સંચમને હાનિ પહેોંચે છે.” આ પછી આગળ ચાલતાં કેવળ મેહને ખાતર પુરતકના સંગ્રહ કરનાર, લખનાર, પુસ્તાની આંધÙાડ કરનાર
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy