SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોઈ તેમને પુસ્તકાદિને પરિગ્રહ કરવાનું કશું જ કારણ નહોતું. અને જે આ દશામાં તેઓ પુસ્તકાદિનો સંગ્રહ કરે તો તેમને માટે કેવળ મમત્વ સિવાય બીજું કશું જ કારણું કલ્પી ન શકાય. અહીં એમ પૂછવામાં આવે કે “શું તે જમાનામાં બધા એ જૈન શ્રમણે એકસરખા બુદ્ધિશાળી તેમજ યાદશક્તિવાળા હતા?” તો અમે કહીશું કે “નહિ; પરંતુ તે માટે તે જમાનામાં જૈન શ્રમણ સંસ્કૃતિના સૂત્રધાર વિરેએ જૈન શ્રમણસંધનું બંધારણ કુલ-ગણ-સંઘને૧૧ લગતી વિશાળ યોજનારૂપે વ્યવસ્થિત કરેલું હોઈ તેના આશ્રય નીચે અલ્પ-મધ્યમ બુદ્ધિવાળા શ્રમણનાં પઠન-પાઠનને લગતી વ્યવસ્થા, પુસ્તકાદિનો પરિગ્રહ કર્યા સિવાય પણ, અખંડ રીતે ચાલતી હતી. આ સિવાય જૈન સ્થવિરોએ ભિક્ષસંઘાટક’ની અર્થાત્ “ભિક્ષુયુગલ’ની અથવા ભિક્ષુસમૂહની વ્યવસ્થાને પણ સ્થાન આપ્યું હતું, એટલેકે અલ્પબુદ્ધિવાળા શ્રમણને મળતાવડા સ્વભાવવાળા શાંત બુદ્ધિમાન ભિક્ષુને સેપી દેતા. દરેકને યુગલરૂપે વહેંચવામાં આવતા એમ જ ન હતું. પ્રસંગ જોઈ યોગ્યતાનુસાર વધારે પણ સોંપવામાં આવતા અને ત્યારે એ “સાધુસંધાટકમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર વગેરે જેવા જોખમદાર પદવીધરની યોજના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે “ભિક્ષુસંધાટકની વ્યવસ્થા એવી રીતની રહેતી કે જ્યારે કોઈ પણ શિશુને કાંઈ પણ કામ કરવું હોય,–અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, પઠન-પાઠન, બહાર જવું-આવવું, આચાર્ય-ઉપાધ્યાય સ્થવિર આદિના હુકમને પહોંચી વળવું ઇત્યાદિ પૈકી કાંઈ પણ કરવું હોય,–ત્યારે તેણે ઓછામાં ઓછા યુગલરૂપે રહીને કરવું જોઈએ, જેથી એક જૈન શ્રમણ માટે પ્રાયશ્ચિત કહેલાં છે. 'जत्तियमेत्ता वारा, मुंचति बंधति व जत्तिया वारा । जति अक्सराणि लिहति व, तति लहगा जं च भावज्जे॥' () સરાસ્ટિકમાં જણાવ્યું છે કે “પુસ્તકે રાખવાથી અસંયમ થાય છે.' “તપશુ અસંગો મવ ”ાત્ર ૨૧ ૧૧ શ્રેન મણસરથાનું સૂત્ર વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેમાં કુલ, ગણ અને સંધને લગતી વ્યવસ્થા હતી અને સંઘાટકની યોજના પણ ઘડવામાં આવી હતી. સંઘાટકની થેજના યુગલર પણ હતી અને સમુદાય પણ હતી. સમુદાયરૂપ “સાધુસંઘાટકને “છ” એ નામથી ઓળખતા. પરસ્પર સંબંધ ધરાવતા ગ , કુલે અને ગણેને અનુક્રમે કુલ, ગણ અને સંધ એ નામથી ઓળખતા. એ ગ, કુલે અને ગણો ઉપર કાબુ રાખવા માટે એક એક પથવિર શ્રમણની નીમણુક થતી, જેમને અનુક્રમે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંધાચાર્ય તરીકે માનવામાં આવતા. સમગ્ર શ્રમણ સંસ્થા ઉપર છેવટની સત્તા ધરાવનાર સમર્થ મહાપુરુષ “રધાચાય છે. એમની સત્તા અને આજ્ઞા સમરત ભ્રમણસંસ્થા ઉપર પ્રવર્તતાં અને મહત્વનાં કાર્યોના અંતિમ નિર્ણયે તેમના હાથમાં રહેતા, એટલું જ નહિ પણ એમના એ નિર્ણયે સર્વમાન્ય કરવામાં આવતા. १२ (क) 'नेवालवत्तणीए य भक्ष्वाहुसामी अच्छंति चोइसपुव्वी, तेसि संघेणं पत्थवितो संघाडओ 'दिदिवादं वाएहि ति | xxxxx पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहिं अग्णो वि संघाडओ विसज्जितो।' –બાવળિ મા ૨ પત્ર ૧૮૭, (ख) 'तत्थ एगो संघाडगो भद्दाए सिद्धिमज्जाए घर भिक्खंतो अतिगतो॥' आवश्यकचूणी भाग २ पत्र १५७.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy