________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા વૈજ્ઞાનિક પદ્ધતિએ ગોઠવાએલે છે. આ વિશિષ્ટતા બીજી કોઈ લિપિમાં નથી.
આ જ પ્રમાણે પ્રાચીન કાળમાં સમગ્ર સંસારની અંકવિદ્યા પણ પ્રારંભિક દશામાં હતી. ક્યાંક તો અક્ષરોને જ ભિન્નભિન્ન અંકે માટે કામમાં લેતા તો ક્યાંક એકમ, દશક, સો, હજાર ઇત્યાદિ માટે ૧ થી ૯ સુધીના અંક માટે જુદાં જુદાં ચિહ્નો કરવામાં આવતાં; એટલું જ નહિ પણ એ ચિહ્નો દ્વારા ફકત લાખ નીચેની જ સંખ્યા જણાવી શકાતી. પ્રાચીન ભારતમાં પણ એકે માટે આ જ જાતને ક્રમ હતો, પરંતુ આ ગૂંચવણભર્યા અંકોથી ગણિતવિદ્યામાં વિશેષ વિકાસ થવાનો સંભવ ન લાગવાથી ભારતવાસીઓએ વર્તમાન અંકકમ શોધી કાઢયો, જેમાં ૧ થી ૯ સુધીના વ અંકે અને ખાલી સ્થાનસૂચક શન્ય (૦) આ દશ ચિહ્નોથી અંકવિદ્યાનો સંપૂર્ણ વ્યવહાર ચાલી શકે છે. આ બંને કમ જગતે ભાતવર્ણ પાસેથી જ જાણે છે અને વર્તમાન સમયમાં ગણિત તથા એનાથી સંબંધ ધરાવનાર બીજાં શાસ્ત્રોમાં પ્રગતિ થઈ છે એ આ અંકની શોધને આભારી છે.
આ એ બાબતે ઉપરથી પ્રાચીન ભારતીય આર્ય પ્રજની બુદ્ધિ અને વિદ્યા સંબંધીની ઉન્નત દશાનું અનુમાન થાય છે. ભારતીય સભ્યતા અને લેખનકળ
ભારતવર્ષના આદ્ય લેખકો અને સાહિત્યકારો સામે જે જે વસ્તુઓ હતી તેમાં મુખ્ય હતાં. તેઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંને ઉપયોગ કર્યો હતો. જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં “પર્ણ” કે “પત્ર' શબ્દનો ઉપયોગ કરાતો હતો, જે આજસુધી ‘પાનું કે “તું” શબ્દમાં જળવાએલે છે. એ પણ કે પત્ર શબ્દ જ સૂચવે છે કે આપણે ત્યાં પ્રાચીન સમયમાં એના વાચ્યાર્થનો જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો હતો. તદુપરાંત લેખ્ય અંશોના જુદાજુદા વિભાગો જણાવવા માટે તે તે અંશેને કંધ, કાંડ, શાખા, વલી, સૂત્ર વગેરે નામો આપ્યાં, જે વૃક્ષના અંશવિશેષને ઓળખાવવા માટે પહેલેથી પ્રસિદ્ધ હતાં. આ રીતે “એક યુગમાં ભારતીય વનનિવાસસભ્યતા અને લેખનકળા વચ્ચે ગાઢ સગાઈ જામી હતી’ એ વાત ભૂલી શકાય તેમ નથી. ભારતીય લેખનસામગ્રી પ્રાચીન સમયમાં ભારતવર્ષના જેટલી લેખનસામગ્રી કોઈપણ દેશમાં ન હતી. કુદરતે અહીં તાડપત્ર અને ભેજપત્ર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કર્યા છે. મિસરના “પપાયરસ'ની જેમ તેમને ઉગાડવાં
૯ પાયરસ' એક જાતના છેડનું નામ છે. તેને પાક મિસરમાં ઘણા પ્રાચીન કાળથી થતું હતું. આ છોડ ચાર હાથ ઊંચે અને એના થડીઆની સરખડીને ભાગ ત્રિકોણ આકૃતિને થતા હતા, જેમાંથી ૪ ઇંચથી લઈ જા ઈચ સુધીની લંબાઇના ટુકડા કાપવામાં આવતા હતા. એની છાલની બહુ જ સાંકડી ચીપ નીકળતી હતી, જેને ચાખાની લાહી આદિથી એકબીજી સાથે ચટાડીને પાનાં બનાવવામાં આવતાં હતાં. આ પાનાંઓને દબાવીને સૂકવતા હતા, જ્યારે એ તદ્દન સુકાઈ જતાં ત્યારે તેમને હાથીદાંત અથવા શેખ અાદથી ઘૂંટીને સુંવાળાં અને સરખાં બનાવતા હતા, તે પછી એ લખવા લાયક બનતાં હતાં. આ રીતે તૈયાર કરેલાં પાનાંઓને યુરોપવાસીએ પિપાયરસ' કહે છે. આના ઉપર જ તેઓ પુસ્તક, ચિઠ્ઠી વગેરે લખતા હતા, કેમકે તે જમાનામાં કાગળ તરીકે આ જ કામ આવતાં હતાં. આ રીતે તૈયાર થએલાં પપાયરસે અત્યંત કાં થતાં હાઈ તેનાં કેટલાં યે પાનાંને એકબીજા સાધે ચેટને લાંબાં લાંબાં પંપાય પણ બનાવતા હતા, જે મિસરની પ્રાચીન કબરમાં મળી