SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રક૯૫મ આવે છે. ઉત્તરી શૈલીને પ્રચાર વિંધ્યાચલથી ઉત્તરના દેશમાં અને દક્ષિણ શૈલીને પ્રચાર દક્ષિણ તરફના દેશમાં રહ્યો છે, તેમ છતાં ઉત્તરના દેશમાં દક્ષિણી શૈલીના અને દક્ષિણના દેશોમાં ઉત્તરી શૈલીના શિલાલેખો કોઈ કોઈ ઠેકાણે મળી આવે છે. ઉત્તરી શૈલીની લિપિઓમાં ગુપ્તલિપિ, કુટિલ લિપિ, નાગરી, શારદા, બંગલાલિપિનો સમાવેશ થાય છે અને દક્ષિણી શૈલીની લિપિઓમાં પશ્ચિમી, મધ્યપ્રદેશ, તેલુગુ, કનડ, ગ્રંથલિપિ, કલિંગલિપિ, તામિલલિપિ, અને વળતુલિપિઓને સમાવેશ થાય છે. જેમને પ્રાચીન લિપિઓનો પરિચય નહિ હોય તેઓ તો એકાએક માનશે પણ નહિ કે આપણા દેશની ચાલુ નાગરી, શારદા (કાશ્મીરી), ગુરુમુખી (પંજાબી), બંગલા, ઊંડિયા, તેલુગુ, કનડી, ગ્રંથ, તામિલ આદિ દરેક લિપિ એક જ મૂળ લિપિ બ્રાહ્મીમાંથી નીકળી છે; તેમ છતાં એ વાત તદ્દન જ સાચી છે કે અત્યારની પ્રચલિત તમામ ભારતીય લિપિઓને જન્મ “બ્રાહ્મી’ લિપિમાંથી થયે છે. ભારતની મુખ્ય લિપિ ઉપર જણાવવામાં આવ્યું એ ઉપરથી સમજી શકાય છે કે ભારતવર્ષમાં ખરાઠી લિપિને પ્રચાર ઈરાનવાસીઓના સહવાસથી જ થયો છે. ખરું જોતાં ભારતવાસીઓની પિતાની લિપિ તે બ્રાહ્મી જ છે. બ્રાહ્મી લિપિ ભારતવર્ષની સ્વતંત્ર તેમજ સાર્વશિક લિપિ હોવાથી જૈન સંરકૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિએ પિતાના ગ્રંથે પણ એમાં લખ્યા છે અને લિપિઓની નામાવલિમાં એનું નામ પણ પહેલું મૂક્યું છે. ભારતીય લિપિની વિશિષ્ટતા ભારતીય આર્ય પ્રજાએ બુદ્ધિમત્તાભર્યાં અને સૌથી મહત્ત્વનાં બે કાર્યો કર્યા છે. એક બ્રાહ્મી લિપિની રચના અને બીજું ચાલુ પદ્ધતિના અંકની કલ્પના. દુનિયાભરની પ્રગતિશીલ જાતિઓની લિપિઓ તરફ નજર કરતાં તેમાં ભારતીય આર્ય લિપિના વિકાસની ગંધ સરખી નથી દેખાતી. ક્યાંક તો ધ્વનિ અને ચિ૮–અક્ષરોમાં સામ્યતા ન હોવાને લીધે એક જ ચિહ્ન-અક્ષરમાંથી એક કરતાં અનેક ધ્વનિઓ પ્રગટ થાય છે અને કેટલાએક ધ્વનિઓ માટે એક કરતાં અધિક ચિહ્નો વાપરવાં પડે છે, એટલું જ નહિ પણ એ વર્ણમાલામાં કોઈ વાસ્તવિક શાસ્ત્રીય ક્રમ જ દષ્ટિગોચર થતો નથી. કઇક ઠેકાણે લિપિ વર્ણાત્મક ન હતાં ચિત્રાત્મક છે. આ બધી લિપિઓ માનવજાતિના જ્ઞાનની પ્રારંભિક દશાની નિમણસ્થિતિમાંથી આજસુધીમાં જરા પણ આગળ વધી શકી નથી; જ્યારે ભારતીય આર્ય પ્રજાની બ્રાહ્મી લિપિ હજારો વર્ષ પૂર્વે જ એટલી ઉચ્ચ હદે પહોંચી ગઈ હતી કે એની સરસાઈ ભરની લિપિઓમાંની કોઇ પણ લિપિ આજ સુધી કરી શકી નથી. આ લિપિમાં ધ્વનિ અને અક્ષરનો સંબંધ બરાબર ફેનેગ્રાફના ધ્વનિ અને તેની ચૂડીઓ ઉપરનાં ચિહ્નો જેવો છે. આમાં GS , સદાદા ચિટ્ટો હેવાને લીધે જ ખેલવામાં આવે છે તેવું જ લખાય છે અને જેવું લખવામાં આવે છે તેવું જ બોલાય છે, તેમજ વર્ણમાલા-અક્ષરેનો ક્રમ પણ બરાબર ૮ જુઓ ટિપ્પણ ન. ૫ અને ૭ () જન આગમ મચાવતeત્રમાં “નો વજી ત્રિવ” એ પ્રમાણે બાદમીલિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy