SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જેન ચિત્રક૯૫ક્સ કિંમતી મજબૂત, કલામય અને સારામાં સારું બનાવતા હતા, એ અમે ઉપર તે તે પ્રસંગે જણાવવા છતાં પ્રસંગોપાત ફરી પણ જણાવીએ છીએ. ઉદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ જ્ઞાનકાંડારોમાંનાં પુસ્તકોને ઘણી વખત સુધી હેરફેર કરવામાં ન આવે તે સમયે તેની આસપાસ ધુળકય વળતાં અથવા તેને બહારના કુદરતી વિષમ વાતાવરણની અસર લાગતાં તેમાં સ્વાભાવિક રીતે જ ઉધઈ વાંતરી, કંસારી વગેરે ની ઉત્પત્તિ થઈ જાય છે, જે પુસ્તકોને કાણાં કરી નાખે છે અને ખાઈ જાય છે. આ બધાં જીવજંતુથી પુસ્તકોને બચાવવા માટે તેમાં ઘોડાવજના ભૂકાની પિટલીઓ કે એના નાના નાના ટુકડાઓ મૂકવામાં આવતા અથવા કપૂર વગેરે મૂકવામાં આવતું, જેની ગંધથી પુસ્તકોમાં જીવાત પડતી નથી. ધેડાવજનું સં. નામ પ્રથા છે. આ વસ્તુમાં તેલનો ભાગ હોય છે એટલે સીધી રીતે જ જે આના ભૂકાની પિટલીઓને પુસ્તક ઉપર મૂકવામાં આવે તે તેથી પુસ્તક ચિકાશવાળું અને કાળાશપડતું થઈ જાય છે. આજકાલ જેમ પુસ્તકમાં જીવાત ન પડે એ માટે ફિનાઈલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જૈન જ્ઞાનભંડારોમાં એ માટે ઘોડાવજ વગેરેનો ઉપયોગ કરતા અને અત્યારે પણ કરવામાં આવે છે. - ઉંદર આદિથી પુસ્તકની રક્ષા કરવા માટે પુસ્તક રાખવાના પેટી-પટારા, કબાટ, દાબડા આદિ એવા મજબુત અને પૅક રહેતા કે જેમાં એ પ્રવેશ કરી શકે નહિ. મહારને કુદરતી વારમ અને શરદ વાતાવરણ બહારના કુદરતી વાતાવરણમાં અમે તડકો અને શરદી બંનેને સમાવેશ કરીએ છીએ. આ બંનેથી પુસ્તકોને શી શી અસર થાય છે અને તે બદલ શું કરવું જોઇએ એ અહીં જણાવીએ છીએ. પુસ્તકનું તડકાથી રક્ષણ પૂર્વે એકવાર અમે નિર્દેશ કરી ચૂક્યા છીએ કે પુસ્તકોને સીધી રીતે તડકામાં મૂકવાથી એ કાળાં અને નિ:સત્વ બની જાય છે તેમ વળી પણ જાય છે, અને ફરીથી પણ એ વાતનું પુનરાવર્તન કરી જણાવીએ છીએ કે પુસ્તકોને ક્યારેય પણ સીધા તડકામાં ન મૂકવાં. પુસ્તકમાં ચોમાસાની શરદી પેસી ગઈ હોય અને તેના ચાંટી જવાનો ભય રહેતા હોય તો તેને ગરમ વાતાવરણની અસર થાય તેમ છુટાં કરી અંયડામાં મૂકવાં, પણ તડકામાં તે હરગિઝ ને મૂકવાં. તડકાની પુસ્તક ઉપર શી અસર થાય છે અને અનુભવ મેળવવા ઈચ્છનારે આપણાં ચાલુ પુસ્તકેને તડકામાં મૂકી જેવાં, જેથી ખ્યાલ આવી શકશે કે એની કેવી ખરાબ દશા થાય છે. ' પુસ્તકનું શરદીથી રક્ષણ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતે હેઈમાસાની ઋતુમાં વરસાદની જલમિશ્રિત શરદી-ભેજવાળી હવા લાગતાં તે ચોંટી જાય છે. એ શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે પુસ્તકોને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન લેખકવર્ગમાં અથવા જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “પુસ્તકને શત્રુની પેઠે મજબૂત જકડીને બાંધવાં’. આને આશય એ છે
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy