________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા
૧૧૩ સાધારણ રીતે બંધનની પણ આવશ્યકતા રહેતી નથી. ચોમાસાના ભેજની અસર પાનાને ન થાય એ માટે પુસ્તક ઉપર બંધન હોવા છતાં અંદરના ભાગમાં આને વીંટી રાખવામાં આવે છે. આને પગ ચૌદમી સદી પહેલાંથી થવાના પ્રાચીન ઉલેખ મળે છે. આ કવળી, વાંસની પાતળી સળીઓ અથવા ચીને એક પછી એક ગૂંથવાથી બને છે, જે આજકાલ ચીનાલોકો ચીપો ગૂંથીને બનાવેલાં કેલેન્ડર બજારમાં વેચે છે,–જેને લેકે ઘરની ભેંતો ઉપર શોભા માટે લટકાવી રાખે છે,---તેને આબાદ મળતી હોય છે. આ ગૂંથેલી વાંસની સળીઓ ઉપર રેશમી કે સુતરાઉ કપડું મઢવામાં આવે છે અને તેને કવળી તરીકે ઓળખવામાં આવે છે. આનું પ્રાચીન નામ “કમલી” અને “કબલી’ મળે છે. ૧૩૪ એ નામ . વૂિવી અથવા શાસ્ત્રી ઉપરથી બનેલું છે.
કાંબી “કાંબી’ શબ્દ છે. 1 ઉપરથી આવ્યો છે. આ કાંબી તદ્દન ચપટી વાંસની ચીપ જેવી હોય છે અને તે હાથીદાંત. અકીક, ચંદન, સીસમ, સાગ વગેરે અનેક જાતની બને છે. પુસ્તક વાંચતી વખતે અક્ષર ઉપર હાથનો અંગુઠો વગેરે રહેતાં પરસેવાથી અક્ષર અથવા પુસ્તક બગડે નહિ એ માટે આને પાના ઉપર મૂકી તેના ઉપર અંગુઠો વગેરે રાખવામાં આવે છે.
આ બધાં સાધનો સિવાય બીજા ઘણાં સાધનો અને તેના ઉપયોગનો અમે અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ જેની પુનરાવૃત્તિ અમે અહીં નથી કરતા.
પુસ્તક્વાચન અહીં પુસ્તકરક્ષણને લગતાં સાધનની જે નોંધ આપવામાં આવી છે એ ઉપરથી જૈન શ્રમણોની પુસ્તક વાંચવા માટેની ચીવટને આપણને ખ્યાલ આવી શકે છે. અર્થાત પુસ્તકનું અપમાન થાય નહિ, તે બગડે નહિ, તેનાં પાનાં વળે કે ઊડે નહિ, પુસ્તકને શરદી ગરમી વગેરેની અસર ન લાગે એ માટે પુસ્તકને પાઠાંની વચમાં રાખી તેના ઉપર કવળી અને બંધન વીંટાળી તેને સાંપડા ઉપર રાખતા. જે પાનાં વાચનમાં ચાલુ હોય તેમને એક પાટી ઉપર મૂકી, તેને હાથનો પરસેવે ન લાગે એ માટે પાનું અને અંગુઠાની વચમાં કાંબી કે છેવટે કાગળના ટુકડા જેવું કાંઈ રાખીને વાંચતા. ચોમાસાની ઋતુમાં શરદીભર્યા વાતાવરણના સમયમાં પુસ્તકને ભેજ ન લાગે અને તે ચેટી ન જાય એ માટે ખાસ વાચનમાં ઉપયોગી પાનાને બહાર રાખી બાકીના પુસ્તકને કવળી, કપડું વગેરે લપેટીને રાખતા.
પુસ્તકનાં સાધનો અને જેને સામાન્ય રીતે પુસ્તકનું દરેક નાનું મોટું સાધન,–જેવું કે ખડિયે, કલમ, ગ્રંથી, પાટીપાઠ, દોરે, કવળી, સાંપડા-સાંપડી, કાંબી, બંધન અને તેના ઉપર વીંટવાની પાટી, દાબડા વગેરે ગમે તેટલું સાદું બનતું હોય તેમ છતાં પણ ઘણાખરા જૈને એ દરેક સાધનને કિંમતીમાં
૧૩૪ જુઓ ટિપ્પણી નં ૧૩૦,