________________
જન ાચત્રકલ્પદ્રુમ
૯૬
ભરની પ્રજા અને સંપ્રદાયા સાથે હળતાભંળતા હાઈ તેમને દેશસમગ્રના સાહિત્યની આવશ્યકતા પડતી. કેટલીકવાર એ આવશ્યકતા તુલના માટે હતી તેા કેટલીકવાર સમાલોચના માટે, કેટલીકવાર વાદવિવાદ માટે તે કેટલીકવાર તે તે ધર્મ અને સંપ્રદાયની ખામીએ દેખાડી પેાતાના ધર્મનું મહત્ત્વ સ્થાપવા માટે, કેટલીકવાર પોતાનાં મંતવ્યેાને પોષવા માટે તેા કેટલીકવાર પેાતાનાં મંતવ્યેાની સ્પર્ધા માટે, કેટલીકવાર વિશિષ્ટ તત્ત્વોના ઉકેલ કરવા માટે તેા કેટલીકવાર તે તે ધર્મનું વસ્તુસ્વરૂપ સમજવા માટે,——એમ અનેક કારણસર દેશભરનું સાહિત્ય એકત્રિત કરવામાં આવતું હતું. દેશસમગ્રમાં સદાને માટે પાદચારી જૈનશ્રમણાએ દેશવિદેશમાં પરિભ્રમણ કરતાં જ્યાંથી જે મળે તે વ્યાકરણ, કાવ્ય, કાષ, છંદ, અલંકાર, જ્યાતિષ, નાટક, શિલ્પ, લક્ષણશાસ્ત્ર, દાર્શનિક વગેરે વિષયક સમગ્ર સાહિત્યના સંગ્રહ કરવા તનતોડ પ્રયત્નો સેવ્યા છે, એટલું જ નહિ પણ તદુપરાંત તેએ, પારસ્પરિક ધાર્મિક સ્પર્ધા—સાથેમારી અને ખંડનમંડનના યુગમાં દેર્શાવદેશમાં નિર્માણ થતા વિવિધ સાહિત્યને અનેક જહેમત ઉટાવી અત્યંત નિપુણતાથી તરત જ મેળવી લેતા અને તેની નકલે તેના નિષ્ણાત આચાર્યાદિને એકદમ પહેાંચાડી દેતા. એ જ કારણને લીધે આજના શીવિશછું, નષ્ટભ્રષ્ટ અને વેરણછેરણ થઇ ગએલા જૈન જ્ઞાનભંડારામાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથા હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈન શ્રમણાની પેઠે આટલા મેટા પાયા ઉપર ભારતીય વિવિધ સાહિત્યના સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઇ ભારતીય જૈનેતર સંપ્રદાયે કર્યો હશે.૧૧૩ આજના જૈનેતર પ્રજાના જ્ઞાનભંડારામાં એ પ્રજાએ પેાતે લખાવેલા જૈન ગ્રંથાની નકલ ભાગ્યે જ મળશે, એટલું જ નહેિ પણ એમના પેાતાના સંપ્રદાયનાં ભગવદ્ગીતા, ઉપનિષદો અને વેદો જેવા માન્ય ગ્રંથાની પ્રાચીન પહેા પણ ભાગ્યે જ મળરો; જ્યારે જૈન જ્ઞાનભંડારામાં સંપ્રદાયાંતરના એવા સેંકડે ગ્રંથા વર્તમાન છે જેની બીજી નકલ તે તે સંપ્રદાયના અનુયાયીઓના જ્ઞાનસંગ્રહોમાં પણ કદાચ ન મળી શકે. આ ઉપરથી સમજી શકાશે કે જૈન જ્ઞાનભંડારે! એ માત્ર લૂખી અને જડ સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઇને લખાવવામાં કે સંગ્રહવામાં નહેાતા આવતા, પરંતુ એ માટે વિજ્ઞાનદિષ્ટ, કળાષ્ટ અને સાહિત્યદૃષ્ટિ પણ નજર સામે રાખવામાં આવતી હતી. વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડા
જૈન જ્ઞાનભંડારા વિષે આટલી ખાસ હીકત નોંધ્યા પછી આજે પ્રાચીન જૈન જ્ઞાનભંડારે કયે કયે ઠેકાણે વિદ્યમાન છે એની અહીં મૂકી યાદી આપવી વધારે ઉપયોગી થઇ પડશે. સામાન્ય રીતે જૈન પ્રજાની વસતીવાળાં નાનાંમેટાં સેંકડા ગામેામાં એની અસ્મિતા નીચે નાન માટે પુસ્તકસંગ્રહ હોય જ છે; એ બધાની નોંધ આપવી શક્ય નથી, એટલે જુદાજુદા પ્રાંતમાંનાં ખાસખાસ નગરના જે વિશાળ અને મશદૂ જ્ઞાનભંડારા અમારા ધ્યાનમાં છે તેની જ યથાશક્ય યાદી અહીં આપવામાં આવે છેઃ
૧૧૩ નાલંદીય ઔદ્ધ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓના પુસ્તકસંગ્રહાદિને લક્ષ્મીને અમારૂં આ કથન નથી. એવા વિશાળ અને સર્વદેશીય ગ્રંથાલયામાં સર્વે દર્રોનના અને સર્વ વિયેના ગ્રીના સંગ્રહ હવા એ અનિવાર્ય વસ્તુ છે, એટલે અમર આ કથન આમ જનતાને લક્ષીને છે.