SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા સી.ડી. દલાલ, રે. હીરાલાલ રસિકદાસ કાપડીઆ આદિથી સંપાદિત પ્રાચીન જ્ઞાનભંડારોના રીપોર્ટ વગેરે જેવા ભલામણ છે. અહીં અમે એક વાત ઉમેરીએ છીએ કે ધનાઢય લેકેએ મેટા પાયા ઉપર જે જ્ઞાનસંગ્રહો લખાવ્યા છે એ ઘણું જ મહત્ત્વના અને કિંમતી છે એમાં જરા યે શક નથી: તેમ છતાં શાઅલેખનના કાર્યમાં સાધારણ ગણાતી વ્યક્તિઓએ આપેલો નજીવા જેવો જણાતો ફળો પણ જેતેવો કે ઉપેક્ષા કરવા જેવો નથી. લિખિત પુસ્તકોના અંતમાં પ્રશસ્તિઓ લિખિત પુસ્તકના અંતમાં તેને લખાવનારાઓની પ્રશસ્તિઓ લખવામાં આવતી. એ પુસ્તકને લખાવનાર પછી ભલે મોટામાં મોટે ધનાઢય હેય કે સાધારણમાં સાધારણ વ્યક્તિ હોય, એ પુસ્તક લખાવનારે ચડાય તો મહાનમાં મહાન જ્ઞાનભંડારનો ઉદ્ધાર કરાવ્યો હોય કે એક જ પુસ્તક લખાવ્યું હોય. એ દરેકની પ્રશસ્તિ તે લખવામાં આવતી જ. આ પ્રશસ્તિઓમાં પુસ્તક લખાવનારના પૂર્વજો, માતા-પિતા બહેન-ભાઈ-પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવાર, તે સમયના રાજા, પુસ્તક લખાવનારે કરેલાં ધાર્મિક કાર્યો, એના કુળગુરુ અને ઉપદેશક ધર્મગુરુ, પુસ્તક લખાવવાનું નિમિત્ત-કારણ, પુસ્તકલેખન નિમિતે કરેલે ધનવ્યય, જ્ઞાનભંડારો અગર પુસ્તકે જ્યાં જ્યાં ભેટ આપ્યાં હોય તે આદિ અનેક બાબતનો ઉલ્લેખ કરવામાં આવતું હતું. આ પ્રશસ્તિઓ લખવામાં જ્ઞાનભક્તિ કરતાં કેટલીકવાર કીર્તિલાલસાનું પહેલું વધારે નમી પડતું. એ ગમે તેમ છે, છતાં આ જાતની પ્રશસ્તિઓ લખવાની પદ્ધતિને પરિણામે એમાંથી આપણને ઘણીએકવાર અમૂલ્ય મહત્ત્વની ઐતિહાસિક હકીકતો અને ન સાંપડી જાય છે. તેમજ આ પ્રશસ્તિલેખનની પદ્ધતિને પરિણામે હજાર પુસ્તક અને સંખ્યાબંધ જ્ઞાનભંડારેને વધારો થઈ શકે છે એ નાનોસૂને લાભ નથી. આ પ્રશસ્તિઓ કેટલીકવાર સંસ્કૃત પદ્યબંધ પણ હોય છે અને કેટલીકવાર સંસ્કૃત ગદ્યબંધ પણ હોય છે. કેટલીકવાર એના કલોક વગેરેની રચના સંદર હોય છે અને કેટલીકવાર એ સાધારણ પણ હોય છે. કેટલીકવાર આ પ્રશસ્તિઓ સંસ્કૃત-ગુજરાતી-મારવાડી મિશ્રિત ભાષામાં પણ લખાએલી જોવામાં આવે છે.૧૧૧ જે શ્રમણે પોતાની માલિકીનાં પુસ્તક જ્ઞાનભંડારમાં મૂકતા તેઓ પણ તેના અંતમાં પોતાની પ્રશસ્તિ લખતા. તેમજ જે લોકે પુસ્તકને વેચાતાં લઈ જન પ્રમાણેને આપતા તેઓ પણ પિતાની પ્રશસ્તિઓ લખાવતા.૧૧૨ શાનભંડારે માટે પુસ્તકલેખન અને સંગ્રહ ઉપર અમે જ્ઞાનભંડારો લખાવવાની જે વાત કરી ગયા, એ જ્ઞાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ જ્ઞાનભંડારમાં માત્ર જૈન ધર્મના જ ગ્રંથ લખાવાતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈનશ્રમણો દેશભરમાં ઘૂમનાર હોવા ઉપરાંત દેશ ૧૧૧ આ પ્રશસ્તિઓના નમૂના જેવા ઇચ્છનારે ઇં. પીટર્સન, 3. બુલહર, સી.ડી. દલાલ વગેરેના રીપોર્ટ જેવા, ११३ 'औपपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां प्रदत्ता। तेःप्रपाहलके પિતા ' -ताडपत्रीय प्रति लींचही ज्ञानभंडार.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy