SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ s જૈન ચિત્રકલ્પમ ૬ સ્વરસંäશદર્શક ચિ છઠ્ઠા વિભાગમાં આપેલાં ચિહ્નો “સ્વરસંધ્યેશદર્શક ચિહ્નો છે. એ ચિઠ્ઠો પૂર્વના સ્વર સાથે સંધિ કરાએલા અથવા લુપ્ત થએલા સ્વરેને સૂચવવા માટે કરવામાં આવે છે. જેમકે– મિતે, સાલીના, ક્ષતિ, પુના, સદૈવમ્, નીવાત્રકમભૂત ઇત્યાદિ. સંધિવને દર્શાવવા માટે કરાતાં SL S S ss : S સ્વરચિહ્નોને માથાં દેરવામાં નથી આવતાં, એટલે એ ચિહ્નરોને ચાલુ પાઠના વચમાં ભળી જવા જેવો બ્રાંત પ્રસંગ નથી આવતું. વરસäશદર્શક ચિહ્નો કેટલી વાર અક્ષરના ઉપરના ભાગમાં કરવામાં આવે છે અને કેટલીકવાર નીચેના ભાગમાં કરાય છે. આ ચિહ્નો, જો સંધ્યેશભૂત સ્વર અનુસ્વાર સહિત હોય તો અનુસ્વાર સહિત જ કરવામાં આવે છે. ૭ પાઠભેદદર્શિક ચિ સાતમા વિભાગમાં આપેલાં ચિહ્નો “પાઠદદર્શક ચિહ્નો' છે. આનો ઉપયોગ, એક પ્રતિને બીજી પ્રતિ સાથે સરખાવતાં તેમાં આવતા પાઠભેદને નોંધ્યા પછી કરવામાં આવે છે, જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે આ પાઠ બીજી પ્રત્યારનો છે. કેટલીકવાર આ ચિહ્ન નથી પણ કરાતું. ૮ પાઠાનુસંધાનદર્શક ચિ આઠમા વિભાગમાં આપેલાં ચિહ્નો પાઠાનુસંધાનદર્શક ચિહ્નો છે. હસ્તલિખિત પ્રતિમાં પડી ગએલા પાઠને પ્રતિના ઉપરના કે નીચેના માર્જિનમાં અગર બે બાજુના હાંસિયામાં લખ્યા પછી, તે પાઠનું અનુસંધાન કઈ ઓળીમાં–લીટીમાં છે એ સૂચવવા માટે, મો. અથવા ઉ૦ કરી પંક્તિનો નંબર લખવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ પાઠનું અનુસંધાન અમુક પંક્તિમાં છે. કેટલીક વાર . કે જં લખ્યા સિવાય પણ માત્ર પંક્તિનો અંક લખવામાં આવે છે. જ્યાં જુદીજુદી પંક્તિઓમાં ધણ પાઠે પડી ગયા હોઈ તે તે પાઠે આડાઅવળા કે ઉપરનીચે લખ્યા હોય ત્યાં પાઠાનુસંધાન માટે પતિની ગણતરી ઉપરથી કરવી કે નીચેથી એ બાબતની બ્રતિ કે ગરબડ થવાનો પ્રસંગ ન આવે એ માટે બહાર કાઢેલ પાઠ પછી - ૩૦ અને ૨ નોટ લખવામાં આવે છે અને તે પછી પંક્તિનો અંક આપવામાં આવે છે. ૯ પદદદર્શક ચિ નવમા વિભાગમાં “પદòદદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે. આજકાલ આપણાં મુદ્રિત પુસ્તકોમાં પદચ્છેદ દર્શાવવા માટે શબ્દોને છૂટા પાડવામાં આવે છે, પરંતુ હસ્તલિખિત પુસ્તકોનું લખાણ સળંગ હઈ તેમાં પદચ્છેદ-પદવિભાગ દેખાડવા માટે શબ્દોને મથાળે આવું ચિહ્ન કરવામાં આવતું–આવે છે. જેમકે—તેનઝાનતિ, જનામિાજક, સૈનાત્રામાનઃ ઇત્યાદિ. આ ચિલ પદચ્છેદ માટે જ છે, તેમ છતાં દરેક પુસ્તકમાં અને દરેક સ્થળે આ જાતને પદવિભાગ કરવાનું શક્ય ન હાઈ વિદ્વાન શોધકે આ ચિહનો ઉપયોગ ભ્રાન્તિજનક સ્થળે જ પદચ્છેદ કરવા માટે કરે છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy