SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ. (૫૯ એક ગજના પ્રાસાદને (કણે એક ગજ પહોળા પ્રાસાદને) ૪ ચાર આંગળની કૃર્મશિલા કરવી અને પછી દશ ગજ સુધી ગજે બે બે આંગળની વૃદ્ધિ કરવી. દશ (૧૦) થી વીસ (૨૦) ગજ સુધી એક આંગળ અને વીસ (૨૦) થી પચાસ (૫૦) ગજ સુધી ગજે અર્ધી આંગળ વૃદ્ધિ કરવી. ૯૭, ૯૮. अष्टाङ्गुलोच्छ्रिता स्वस्था चतुरस्रा करान्विता ॥ शैलजे स्वस्थमानोक्ता इष्टकानां तदर्द्धतः ।।९९॥ शैलजे शैलजा कार्या इष्टके इष्टकामया ॥ पिण्डस्यान्ते भवेत्पद्म शिलापिंडाष्टभागकम् ॥१०॥ એક ગજ પહોળી તથા આઠ આગળ ઉચી ચોરસ કૂર્મશિલા (એટલે કૂર્મશિલાની પોળાઈના પ્રમાણના ત્રીજા ભાગે જાડી કરેલી)ને “સ્વસ્થા કહે છે અને પાષાણના પ્રાસાદને સ્વસ્થ માનની કૂર્મશિલા કરવી તથા ઈટેના પ્રાસાદને કૂર્મશિલાની પહેળાઈન અર્ધા માને જાડી કૂર્મશિલા કરવી. ૯ : પાષાણના પ્રાસાદને પાષાણુની અને ઈટેના પ્રાસાદને ઇટેની કુર્મશિલા કરવી. કુર્મશિલાના નીચેના ભાગમાં શિલાની આઠમા અશે પદ્મ કરવું. ૧૦. ફર્મશિલા સ્વરૂપ વિધાન प्रवाहमत्स्यमण्डूकमकरग्राससंयुता ॥ शङ्खसर्पघटैर्युक्ता मध्ये कूर्मेण भूषिता ॥१०१॥ કુમશિલા ઉપર બતાવેલા માન પ્રમાણે તૈયાર કર્યા પછી તેની અંદર નવ કોઠાઓ કરવા અને તે કોઠાઓમાં અનુક્રમે પહેલામાં પ્રવાહ એટલે પાણીનો દેખાવ, બીજામાં માછલું, ત્રીજામાં દેડકું, ચેથામાં મગર, પાંચમામાં ગ્રાસનું મુખ, છઠ્ઠામાં શખ, સાતમામાં સર્પ અને આઠમામાં કુંભનું સ્વરૂપ કરી નવમા મધ્યના ભાગમાં કૂર્મ કર. ૧૦૧. ફર્મશિલામાં સ્વરૂપે કરવાની દિશાઓનું વિધાન. कूर्मो मध्यस्थले तु गर्भरचना वह्नः शिलायां जलं । याम्ये मीनमुखश्च नैऋतदिशि स्थाप्यं तथा दरम् ॥ वारुण्यां मकरञ्च वायुदिशि वै ग्रासश्च सौम्ये ध्वनिः । नागं शङ्करदिक्षु पूर्वविषये कुंभः शिलावहितः ॥१०२॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy