________________
પટ
શિલ્ય રત્નાકર [દ્વિતીય રત્ન पूर्वास्ये चानिले खातं दक्षिणैशानमाश्रितम् ॥
जलाच्यां चाग्निकोणे तु सौम्ये च नैऋते खनेत् ॥१६॥
સર્પનું મુખ પૂર્વ દિશામાં હોય તે વાયવ્ય કોણમાં, દક્ષિણ દિશામાં હોય તે ઈશાન કોણમાં, પશ્ચિમ દિશા તરફ હેય તે અગ્નિ કેણમાં અને ઉત્તર દિશામાં હોય તે નૈઋત્ય કોણમાં ખાતવિધિ કરે શુભ છે. ૬.
પાષાણુ કુર્મશિલા માન. एकहस्ते तु प्रासादे शिला वेदाङ्गला भवेत् ॥ ध्यङ्गुला च भवेद् वृद्धिर्यावच्च दशहस्तकम् ॥१७॥ दशोचं विंशपर्यंतं हस्ते हस्ते क्रमाङ्गला ॥
अर्धाङ्गला भवेद् वृद्धिर्यावद्धस्तशतार्धकम् ॥९८॥ * વાસ્તુ કહુક' નામના ગ્રંથમાં નીચે પ્રમાણે નાગવાસ્તુ માટે વિશેષ વિવેચન છે.
उभयोः कुक्षयोः खातं मूलसूत्रेऽपराजिते ।। दक्षिणायां तथा कुक्षौ मण्डनेन विशेषितम् ।।१।। तथा ज्योतिर्निबन्धाख्ये ग्रंथे शिल्पात्प्रकाशितम् ॥ विशेष वामगे कोणे आयुःकामार्थमारभेत् ॥२॥ मण्डनोक्ता गृहे कुक्षियोजनीया सदा बुधैः ।।
तथा ज्योतिर्निबंधोक्ता योज्या देवजलादिके ॥ ३ ॥ મૂલસૂત્ર અપરાજિતમાં સર્પની બન્ને કુલિના ભાગે ખાતવિધિ કરવાનું વિધાન છે. પરંતુ મંડન સૂત્રધારે ગૃહાદિ કાર્યમાં સર્પની દક્ષિણ ક્ષિના ભાગમાં ખાતવિધિ કર, એમ વિશે કહેલું છે. વળી તિનિબંધ નામના ગ્રંથમાં આયુષ્યની કામના માટે વામકુક્ષિના ભાગમાં ખાતને આરંભ કરે, એમ વિશેષ કથન કરેલું છે.
વિદ્વાન શિલ્પીઓએ ગૃહારંભના કાર્યમાં મંડન સુત્રધારે કહેલા દક્ષિણ કુક્ષિના ભાગમાં સદા ખાતવિધિ કરે અને દેવ તથા જળ સંબંધી કાર્યોમાં અર્થાત દેવાલ અને વાપી, કુપ, તડાગાદિ કાર્યોમાં જ્યોતિનિબંધ ગ્રંથમાં કહેલા વામકુક્ષિના ભાગમાં ખાતવિધિ કરે.
મંડન સૂત્રધારે અપરાજિતને મત લઈ સર્પની બન્ને કુક્ષિમાં ખાનવિધિ કર શુભ કહ્યો છે અને તેમાં એટલે ઉમેરે કર્યો છે કે દેવમંદિર તથા ફૂપાદિ કાર્યમાં, નાગવાસ્તુ જે પૂર્વાભિમુખ હોય તે, વામકુક્ષિ એટલે વાયવ્ય કોણમાં ખાતવિધિ કરે અને ગૃહાદિ કાર્યમાં જમણું કહિ એટલે અગ્નિકોણમાં ખાતવિધિ કરે. આ પ્રમાણે જ્યારે દક્ષિણાભિમુખ નાગવાતું હોય ત્યારે ઇશાન કોણ અને નૈઋત્ય કોણમાં અનુક્રમે ખાતવિધિ કરે.
આ રીતે ખાતવિધિની વ્યવસ્થા કરવી હિતાવહ ગણું છે.