________________
૫૪
શિલ્પ રત્નાકર
( દ્વિતીય રત્ન શુભ મુહુર્ત જેવાનું વિધાન. शुभलग्ने सुनक्षत्रे पश्चग्रहबलान्विते ॥
माससंक्रान्तिवत्सादिनिषिद्धकालवर्जिते ॥८॥ .
અશુભ માસ, સંક્રાન્તિ તથા વત્સાદિ નિષિદ્ધ કાલને ત્યાગ કરી શુભ નક્ષત્ર અને પંચગ્રહના બળથી યુક્ત એવા શુભ લગ્નમાં ગૃહારંભ વિધિ કરે અર્થાત્ ભૂમિશોધનાદિ અને ખાતમુહૂર્ત કરવું. ૮૩.
દિક્સાધન. रात्री दिक्साधनं कुर्याद दीपसूत्रधुवैक्यतः॥
समें भूमिप्रदेशे तु शङ्कना दिवसे तथा ॥८४॥ રાત્રિના સમયે દિકસાધન (શુદ્ધ ઉત્તર કે પૂર્વ દિશા સિદ્ધ કરવી તે) દીવે, સૂત્ર (ઓલ) અને ધ્રુવને તારે એક સરબી સીધી લાઈનમાં મેળવી કરવું અને પછી બંટીઓ મારવી તથા દિવસે ભૂમિના સમ પ્રદેશમાં અર્થાત જમીન ઉંચી નીચી ન હોય તેવા પ્રદેશમાં શંકુ વડે દિકસાધન કરવું. (ધ્રુવયંત્રથી પણ દિશસાધન કરી શકાય છે) ૮૪.
ભૂમિશોધન વિધિ. हस्तमात्रं खनेद् भूमि मृत्तिकाञ्च विपूरयेत् ।। अधिका च समा न्यूना श्रेष्ठमध्यकनिष्ठिकाः ॥८॥ पुनः खातं समाशोध्य जलेन परिपूरयेत् ॥ शिल्पी शतपदं गत्वा जलं पश्येत्परावृतः ॥८६॥ पादोने मध्यमा ज्ञेया कनिष्ठा चार्धहीनके ॥
संपूर्णे सफला भूमिः सर्वकार्यार्थसाधिनी ॥८॥
ભૂમિપરીક્ષા માટે જે ભૂમિમાં દેવમંદિર કે ગૃહાદિ કરવાના હોય તેમાં એક હાથ ઉડે રસ ખાડે ખેદી ફરી પાછે તેજ માટીથી પુરી દે. ખડે પુરતાં માટી વધે તે શ્રેષ્ઠ ભૂમિ જાણવી, સરખી પુરાઈ રહે તે મધ્યમ અને ઘટે તે કનિષ્ઠ ભૂમિ જાણવી.
વળી વધારે પરીક્ષા કરવા માટે ફરી તે ખાડામાંની પુરેલી માટી કાઢી લઈ સાફ કરી ખાડે પાણીથી બરાબર ભરી દે અને શિલ્પીએ તે પગલાં કેઈ પણ દિશા તરફ જઈ પાછા આવી ખાડામાં ભરેલા જળનું નિરીક્ષણ કરવું. જે ખાડાનું