________________
અ3
દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ.
प्रासादा वीतरागस्य पुरमध्ये सुखावहाः ॥
गुरुकल्याणकर्तारश्चतुर्दिक्षु प्रकल्पयेत् ॥७८॥ નગરમાં કરવામાં આવેલા વીતરાગ જિન દેવતાઓના પ્રાસાદે સુખ આપનાર તથા વિશેષ કલ્યાણકારી છે તેમજ આ પ્રાસાદો ચારે દિશાઓમાં કરવા. ૭૮.
યથાશક્તિ પ્રાસાદ વિધાન. स्वशक्त्येष्टकमृत्काष्टशैलधातुजरत्नजम् ॥
देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ॥७९॥ પિતાની શક્તિ અનુસાર ઇંટ, માટી, કાઠ, પાષાણ, ધાતુ અને રત્ન વિગેરેનું દેવાલય કરે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોને આપે છે. ૭૯.
પ્રાસાદ કરવાથી થતું પુણ્ય. तृणैः कोटिगुणं पुण्यं मृन्मये दशधा ततः॥
इष्टकाभिः शतं तस्मात् शैलेयेऽनन्तकं स्मृतम् ॥८॥ તૃણ (ઘાસ) નું કરે તે કરોડગણું પુણ્ય થાય છે. મૃત્તિકાના પ્રાસાદનું તેથી દશગણું, ઇટના પ્રાસાદનું તેથી સેગણું અને પાષાણના પ્રાસાદનું અનન્ત પુણ્ય પ્રાપ્ત થાય છે. ૮૦.
प्रासादानाञ्च सर्वेषां जायते दशभेदता ॥
चतुर्दश प्रवर्तन्ते ज्ञेया लोकानुसारतः ॥८१॥ સમસ્ત પ્રસાદના ભેદ સામાન્ય રીતે દશ પ્રકારે થાય છે તેમજ પહેલા કહેલા ચૌદ જાતિના પ્રાસાદે પણ દશ ભેદે કરી લેકમાં પ્રવર્તે છે. તે બીજાં શાસ્ત્રો, લેકચાર અને વિદ્વાન પુરૂદ્વારા જાણી લેવા. ૮૧.
શિલ્પીને ગુરુદ્વારા અભ્યાસ વિધાન. ज्ञात्वा लक्षणलक्ष्याणि गुरुमार्गानुसारतः ॥
प्रासादभवनादीनां सर्व ज्ञानमवामुयात् ॥८२॥ શિલ્પીએ ગુરૂદ્વારા સર્વ પ્રકારનાં લક્ષ્ય તથા લક્ષણેનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી પ્રાસાદે અને ભવને (ઘર) વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું. ૮૨.