________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન यदि वै छंदछंदो न चाद्याद्यं न प्रतिष्ठयेत् ॥ तत्प्रासादफलं नास्ति मोक्षश्चापि न विद्यते ॥७॥
ઉપર કહેલા સમસ્ત પ્રાસાદે દેશનુક્રમે સ્થિતિ કરી રહેલા છે અને જે પ્રાસદોને જે કમ કહે છે તે કમ પ્રમાણે તે પ્રાસાદો કરવા. ક્ષેત્રના વિભાગ અને તલદથી શિખરપર્યત જે પ્રાસાદનું જે જે તલઈદ હોય તે પ્રમાણે પ્રાસાદે કરવા. જો પ્રાસાદમાં છેદે ઈદ મળતું ન આવે તે જે જે અંગેની અનુક્રમે પ્રતિષ્ઠા કરવાની હોય તેની પ્રતિષ્ઠા કરવી નહિ. છંદરહિત કરેલા પ્રાસાદનું ફળ મળતું નથી અને તેવા પ્રાસાદથી મક્ષ પણ થતું નથી. ૭૩, ૭૦, ૭૫.
અથ પ્રાસાદ રચના વિધિ પ્રકરણ.
પ્રાસાદ કરવાનાં સ્થાનनद्यां सिद्धाश्रमे तीर्थे पुरे ग्रामे च गहरे ॥
वापीवाटीतडागादिस्थाने कार्य सुरालयम् ॥७६॥ નદી કિનારે, સિદ્ધ પુરૂષના આશ્રમમાં, તીર્થસ્થાનેમાં, નગરમાં, ગામમાં, ગુફાઓમાં, વાવ, બગીચા અને તળાવ વિગેરે સ્થાનમાં દેવાલય કરવાં. ૭૬.
નગરાભિમુખ પ્રાસાદ વિધાન. नगराभिमुखाः श्रेष्ठा मध्ये बाह्ये च देवताः॥ गणेशो धनदो लक्ष्मीः पुरे द्वारे सुखावहाः ॥७७॥
નગરાભિમુખ કરેલા પ્રાસાદે શ્રેષ્ઠ છે અને તે પ્રાસાદના મધ્ય તથા બહારના ભાગમાં રહેલા દેવતાઓ સુખ આપનારા છે તથા ગણેશ, કુબેર અને લક્ષમી; એમની મૃતિ એ નગરના દરવાજામાં અથવા નગરમાં હોય તે સુખ આપનારી છે. ૭૭.