________________
૫૦
શિલ્પ રત્નાકર [ દ્વિતીય રત્ન सर्वदेशे प्रवर्तन्ते व्योमवंदनवर्तिनः ॥
एते च भरतक्षेत्रे देशानुक्रममिष्यते ॥३३॥ વિમાનનારાદિ તથા વિમાનપુષ્પકાદિ છંદના પ્રાસાદ, સિંહાવલેકનાદિ, ફાંસનાદિ અને થારૂહાદિ પ્રાસાદે સર્વ દેશમાં પ્રવર્તે છે. પરંતુ ભરત ક્ષેત્રમાં આ પ્રાસાદે દેશાનુસાર કરવા. ૬૨, ૬૩. દેશાનુસાર પ્રાસાદની ઉત્પત્તિ અને જાતિવિષયક વિશેષ વિવેચન.
नागरः पूर्वदेशे च कर्णाटे द्राविडः स्मृतः ॥ व्यंतरः पश्चिमे देशे वेशर उत्तरापथे ॥१४॥ कलिङ्गः कलिङ्गे देशे यामुनः सर्वतः स्थितः॥
देशजातिश्च कथिता कुलस्थानो बलोद्गतः ॥६५॥ પૂર્વમાં નાગરાદિ, દક્ષિણમાં દ્રાવિડાદિ, પશ્ચિમમાં વ્યસ્તરાદિ, ઉત્તરપથમાં વશરાદિ (વૈરાજ્યાદિ), કલિંગમાં કલિંગ પ્રાસાદે અને સર્વ દેશમાં ચામુન પ્રાસાદો જાણવા અને કુલસ્થાન પ્રાસાદે બલદેભવ જાણવા. આ દેશ પ્રમાણે પ્રાસાદની જાતિ કહે છે. ૬૪, ૬૫.
પ્રાસાદોની જ્ઞાતિ વિષે. .. नागरो विप्रज्ञातिः स्याद् द्राविडः क्षत्रियोद्भवः ।।
व्यंतरो वैश्यजातिश्च वेशरस्तत्र संभवः ॥६६॥ નાગરાદિ વિપ્ર જ્ઞાતિ દ્રાવિડાદિ ક્ષત્રિયજ્ઞાતિ અને વ્યંતરાદિ (નપુંસકાદિ) તથા વેશરાદિ (વૈરાજ્યાદિ) વૈશ્યજ્ઞાતિના જાણવા. ૬૬.
કલિંગાદિ પ્રાસાદના સ્વરૂપ વિષે. कलिङ्गे चित्रकर्णाद्यं यामुने सर्वतः समम् ॥
कुलस्थानोद्भवे पत्रं वर्णभेदोऽनुकथ्यते ॥६॥
કલિંગ પ્રાસાદ ચિત્રવિચિત્ર કોંવાળા, ચામુન પ્રાસાદ ચારે બાજુ સમ રૂપાકારવાળા અને કુલસ્થાને ભવ પ્રાસાદ વેલડ્યોથી અલંકૃત કરવા. આગળ પ્રાસાદના રંગભેદ કહ્યા છે. ૬૭.