________________
४५
द्वितीय ल]
પ્રાસાદોત્પત્તિ પ્રકરણ - ત્યારપછી પંચમહોત્સવે દ્વારા વિદ્યાધરેએ પૂજા કરી અને તેથી અનેક રૂપિવાળા ૧૧૮ મિશ્રકાદિ પ્રાસાદ ઉત્પન્ન થયા. ૨૯.
भूपालैश्च महाराजैः कृता पूजा महोत्सवैः ॥ प्रासादानाञ्च भूपाला भूमिजा भूतिदायकाः ॥३०॥ चतुरस्रा वृतस्थाना अष्टशालास्त्रिघोदिताः॥
पञ्चविंशोत्तराश्चैव षट्शतश्च प्रकीर्तिताः ॥३१॥ પૃથ્વી પતિ મહારાજાએ એ પાંચ મહોત્સથી યુક્ત પૂજા કરી, તેથી પ્રાસાદોમાં રાજારૂપ અને ઐશ્વર્ય આપનાર ભૂમિજાદિ પ્રાસાદે ઉત્પન્ન થયા. આ પ્રાસાદે ચેરસ, ગળાકાર અને અઠાંશ એમ ત્રણ પ્રકારે થાય છે. અવાન્તર ભેદે સાથે આ પ્રાસાદની કુલ સંખ્યા ૨૫ છે. ૩૦, ૩૧.
दिवाकरेण कृता पूजा तेजसाश्च महोत्सवैः ॥
विमाननागरोद्भूताः छंदप्रासादसंज्ञकाः ॥३२॥ દિવ્ય તેજવાળા પાંચ મહેસૂવડે સૂર્યનારાયણે પૂજા કરી, તેથી વિમાનનાગરાદિ છદ પ્રાસાદ ઉત્પન્ન થયા. ૩૨.
सोमेन च कृता पूजा नानाविधमहोत्सवैः ।।
विमानपुष्पकोद्भूताः प्रासादाः सर्वकामदाः ॥३३॥ નાનાવિધ પાંચ મહત્સથી યુક્ત ચંદ્રની પૂજાથી વિમાનપુષ્પકાદિ સર્વ કામનાઓને પૂરણ કરનારા પ્રાસાદે ઉત્પન્ન થયા. ૩૩.
गौर्या चैव महादेव्या पूजां कृत्वा महोत्सवैः॥
वलभीति समुत्पन्नाः प्रासादा नारिसंज्ञकाः ॥३४॥
આ ચાગમહોત્સવના પ્રસંગમાં મહાદેવી ગોરીએ પૂજન કરવાથી વલભ્યાદિ નામના સ્ત્રી જાતિ પ્રાસાદે ઉત્પન્ન થયા. ૩૪.
हरसिद्ध्यादिदेवीभिः पूजां कृत्वा महोत्सवैः ॥ सिंहावलोकना नाम प्रासादा भुवनोत्तमाः ॥३५॥ दारकर्मोद्भवाः सर्वे सिंहावलोकदारुजाः॥ पिशाचेषु च सर्वेषु ये च देवात्मका मताः ॥३६॥