________________
શિલ્ય રત્નાકર
[ચતુર્દશ રત્ન જે તિથિએ શિલા સ્થાપન કરવાની હોય તે તિથિને ૫, પાંચથી ગુણવી. પછી કૃત્તિકાદિ નક્ષત્રથી મુહૂર્તના નક્ષત્ર સુધી ગણતાં જેટલા અંક આવે તે અંદર ભેળવી તેમાં બીજા બાર (૧૨) અંક મેળવવા અને આવેલા સરવાળાને નવ (૯) થી ભાગ. શેષમાં ૪, ૭ અથવા ૧ રહે તે જળ સ્થાને; ૧, ૨ અથવા ૮ શેષ રહે તે ભૂમિ ઉપર અને ૩, ૬ અથવા શેષ રહે તે આકાશમાં કૂર્મ જાણ.
જળ સ્થાને કૂર્મ હોય તે લાભ, ભૂમિ ઉપર હેય તે હાનિ અને આકાશમાં કુર્મ હોય તે મૃત્યુ થાય. આને કુર્મચક કહે છે, તે શિલા સ્થાપન વખતે અવશ્ય જેવું. ૧૯, ૧૯૪, ૧લ્પ.
દ્વાર સ્થાપનના મુહર્ત વખતે વત્સ જોવે.
कन्यादीनां त्रिके सूर्ये द्वारं पूर्वादिषु त्यजेत् ॥
यत्र वत्समुखं तत्र स्वामिनो हानिदं कृते ॥१९६।। કન્યાદિ ત્રણ ત્રણ રાશિને સૂર્ય હોય ત્યારે પૂર્વાદિ વિગેરે દિશાઓમાં દ્વાર મૂવું નહિ. અર્થાત્ કન્યા, તુલા અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં પૂર્વ દિશાએ દ્વાર મૂકવું નહિ, ધન, મકર અને કુંભ; એ ત્રણ રાશિમાં દક્ષિણ દિશાનું દ્વાર મૂકવું નહિ. એ પ્રમાણે મીનાદિ ત્રણ રાશિના સૂર્યમાં પશ્ચિમ તથા મિથુનાદિ ત્રણ રાશિના સૂર્યમાં ઉત્તર દિશાનું દ્વાર મુકવું નહિ. કારણ કે તે તે વખતે તે તે દિશામાં વત્સનું મુખ હોય છે. તેથી જે દિશાઓમાં દ્વાર મૂકવામાં આવે તો ઘર યા પ્રાસાદ કરાવનારને હાનિ થાય છે. ૧૯૬.
વલ્સને દોષ ન લાગવા વિષે. सिंहे चैव तथा कुंभे वृश्चिके वृषभे तथा ॥
नैव दोषो भवेत्तत्र कुर्याच्चतुर्दिशामुखम् ॥१९७।। સિંહ, કુંભ, વૃશ્ચિક તથા વૃષભ રાશિના સૂર્યમાં ચારે દિશા તરફ દ્વાર મૂકવામાં આવે તે પણ વત્સને દેષ આવતું નથી. (કારણ કે તે વખતે વત્સનું મુખ કેણુએ તરફ હાય છે). ૧૭.