________________
૧૮
શિલ્પ રત્નાકરે
[ ચતુર્દ શરત્ન
कुनवांशग्रहोद्भूताः षड्वर्गक्षणलग्नजाः ॥ शशिन्येकादशे सर्वे दोषा नइयंति वै ध्रुवम् ॥१८०॥
કુનવાંશ તથા ગ્રહણથી ઉત્પન્ન થએલા તેમજ ષડ્વર્ગ, મુહૂર્ત અને લગ્નથી ઉત્પન્ન થએલા સ દોષ! અગિયારમે સ્થાને ચંદ્ર હોય તો નાશ પામે છે. ૧૮૦.
लग्ने वर्गोत्तमे वेन्दी यूनाथे लाभगेऽथवा ॥ केन्द्रकोणे गुरौ दोषा नश्यंति सकला अपि ॥ १८९ ॥ केन्द्रकोणेऽपि जामित्रे दोषाणाञ्च शतं बुधः ॥ शुक्रः शतद्वयं हन्यालक्षं तु वचसां पतिः ॥१८२॥ लग्नेशो वा लवाधीशो लाभे केन्द्रे च संस्थितः ॥ दोषराशिं दहत्याशु तूलराशिमिवानलः ॥ १८३॥
ચન્દ્રમા લગ્નમાં વગેર્ગોત્તમ નવાંશના હોય અથવા સૂર્ય અગિયારમા સ્થાને હોય તથા ગુરૂ કેન્દ્ર અને કેણમાં હોય તે સવ દોષોના નાશ થાય છે. ૧૮૧
સાતમા સ્થાનને છેડી કેન્દ્ર અથવા ત્રિકાણમાં બુધ હોય તે ૧૦૦ દોષોને નાશ કરે, તે સ્થાને શુક્ર હાય તો ૨૦૦ દોષોના અને ગુરૂ હોય તો લાખ દોષોના નાશ કરે. ૧૮૨.
લગ્નેશ (લગ્નના સ્વામી લગ્નમાંજ હોય) અથવા લગ્નના નવાંશમાં અથવા અગિયારમે કે કેન્દ્ર સ્થાને સ્થિત હોય તે તેમ સર્વ પ્રકારના દોષસમૂહનો નાશ કરે છે જેમ અગ્નિ રૂના ઢગલાનો નાશ કરે છે. ૧૮૩.
લગ્ન બલ વિષે.
अयोगास्तिथिवारर्क्षजाता येऽमी प्रकीर्त्तिताः ॥ लग्ने ग्रहबलोपेते प्रभवन्ति न ते क्वचित् ॥ १८४ ॥ यत्र लग्नं विना कर्म क्रियते शुभसञ्ज्ञकम् ॥ तत्रैतेषां हि योगानां प्रभावाज्जायते फलम् ॥१८५॥
તિથિ, વાર અને નક્ષત્રાથી ઉત્પન્ન થનારા કુયોગે બલવાન ગ્રહ યુક્ત લગ્નમાં કદી વિન્ન કરવા સમર્થ થતા નથી અર્થાત્ લગ્નખલ ઉત્તમ હોય તે કુયેગાનો દોષ થતા નથી. જ્યાં લગ્ન વગર શુભ કાર્ય કરવામાં આવે ત્યાં તેવા યોગાના ફલને પ્રભાવ પડે છે. ૧૮૪, ૧૮૫.