________________
૬૧૬ . • શિલ્પ રત્નાકર
[ ચતુશ રત્ન षष्ठे वैरिभयश्च सप्तमगतो दुःखं मृति मृत्युगः, विघ्नं धर्मगतो यलञ्च गगने लाभेऽर्थमंत्ये व्ययम् ॥१७२।।
પ્રતિષ્ઠા કુંડળી વિષે લગ્નમાં (પહેલા ભુવનમાં) ચંદ્રમા હોય તે તે મૃત્યુ કરે, ધન ભુવનમાં (બીજામાં) હોય તે ધાન્યની વૃદ્ધિ કરે, પરાક્રમ (ત્રીજા) ભુવનમાં હેય તે કલેશ કરાવે, પાંચમામાં હોય તે સંતાન અને ગેત્રનો ક્ષય કરે, છઠ્ઠા ભુવનમાં હેય તે શત્રુનો ભય કરે, સાતમા ભુવનમાં હોય તે દુઃખ કરે, આઠમમાં હોય તે મૃત્યુ કરે, નવમા ભુવનમાં હોય તે વિદ્ધ કરે, દશમા ભુવનમાં હોય તે બળ આપે, અગીઆરમા ભુવનમાં હોય તે ધન અને બારમા ભુવનમાં ચંદ્રમા હોય તે તે વ્યયખર્ચ કરાવે. ૧૭૨.
ચંદ્ર બલબલ વિશેષ. शुभश्चन्द्रोऽप्यसत्पापात् सप्तमः पापयुक्तथा ॥ पापमध्यगतः क्षीणो नीचगः शत्रुवर्गगः ॥१७३॥ અશુભsfજ ગુમન્દ્રો ગુજરાત યુતર !
स्वोच्चस्थः शुभांशे वा स्वाधिमित्रांशके तथा ॥१७४॥ પાપગ્રહથી સાતમા ઘરમાં રહેલે ચંદ્રમા અથવા પાપગ્રહની સાથે હોય અગર પાપગ્રહોના મધ્યમાં હોય, ક્ષીણ હેય, નીચને હેય તેમજ શત્રુવર્ગનો હેય તે શુભ ચંદ્રમા પણ અશુભ થઈ જાય છે. પરંતુ ચંદ્રમા ગુરૂની દષ્ટિયુક્ત હોય અથવા પિતાની કર્ક રાશિનો હોય, ઉચ્ચનો હોય, શુભ ગ્રહના નવાંશમાં અગર પિતાના અધિમિત્રના નવાંશમાં હોય તે અશુભ ચંદ્રમા પણ શુભ થઈ જાય છે. ૧૭૩, ૧૭૪.
લગ્ન કુંડળીમાં ચંદ્રમાનું બળ અવશ્ય લેવા વિષે. लग्नं देहः षड्वर्गोऽङ्गाकानि प्राणश्चन्द्रो धातवः खेचरेन्द्राः ॥ प्राणे नष्टे देहधात्वङ्गनाशो यत्नेनातश्चन्द्रवीर्य प्रकल्प्यम् ॥१७५।।
લગ્ન શરીર છે, વદ્દગ અંગ છે, ચંદ્રમા પ્રાણુ છે અને બીજા ગ્રહ સપ્ત ધાતુ જાણવા. પ્રાણુને વિનાશ થવાથી શરીર, અંગ, ઉપાંગ અને ધાતુનો પણ વિનાશ થઈ જાય છે માટે પ્રાણરૂપ ચંદ્રમાનું બલ અવશ્ય લેવું જોઈએ. ૧૭૫.
મહેની દૃષ્ટિ પડવા વિષેનું ફળ पत्या युक्तो वीक्षितो वाथ सौम्यैर्यो भावः स्यात्तस्य वाच्या हि सिद्धिः॥ हानिः पापैःक्रूरसौम्यैस्तु मिश्रं सर्वेष्वेवं चिन्तनीयं स्वबुद्धया ॥१७६॥